રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં રાજ્યની 33 હજાર શાળાઓમાંથી 12 હજાર 184 શાળાનું પરિણામ જાહેર કરાયું છે. આ ગુણોત્સવના પરિણામમાં AMC બોર્ડની સ્કૂલો પ્રથમ ક્રમે આવી છે. રાજ્યના 8 કોર્પોરેશનમાંથી AMC બોર્ડની શાળા પ્રથમ ક્રમે આવી છે.
AMC બોર્ડની સ્કૂલો પ્રથમ ક્રમે
ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં બાળકોના શિક્ષણના મૂલ્યાંકન માટે દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે યોજાયેલ રાજ્યની પ્રાથમિક શાળા ગુણોત્સવ 2.0ના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ ગુણોત્સવમાં રાજ્યની 33 હજાર શાળાઓ માંથી 12 હજાર 184 શાળાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 8 કોર્પોરેશનમાંથી ગુણોત્સવના પરિણામમાં AMC બોર્ડની શાળાઓ પ્રથમ ક્રમે આવી છે. જ્યારે વલસાડની પ્રાથમિક શાળા રાજ્યમાં પ્રથમ ક્રમે આવી છે.
33 હજાર શાળાઓનું મુલ્યાંકન કરવામા આવ્યું હતું
મહત્વનું છે કે ગુજરાત સરકારે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવનું આયોજન કરવામાં આવે છે. સરકાર ગુણોત્સવ દ્વારા સરકારી શાળાઓનું મુલ્યાંકન કરતા હોય છે. ત્યારે આ વખતે રાજ્યમાંથી 33 હજાર શાળાઓનું મુલ્યાંકન કરવામા આવ્યું હતુ. અને તેમાથી કેટલીક શાળાઓનું પરિણામ આજે જાહેર કરી દેવામા આવ્યું છે.
ગુજરાતની સરકારી શાળાઓનુ સરેરાશ પરિણામ 57.84 ટકા આવ્યું
આ ગુણોત્સવના પરિણામમાં ગ્રેડિંગ સિસ્ટમને અપનાવવામા આવી હતી. જેમાં ગુજરાતની સરકારી શાળાનું સરેરાશ પરિણામ 57.84 ટકા સાથે B ગ્રેડ આવ્યું હતું. તેમજ એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં સામે આવ્યું હતુ.
આ પણ વાંચો : ગાંધીનગર : ધારાસભ્યો માટે બનાવવામાં આવી રહ્યા છે આલિશાન ફ્લેટ, ભાડું જાણી ચોંકી જશો