ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં સી.આર.પાટીલે શ્રમદાન કર્યું, સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી

  • PM મોદીની દેશવાસીઓને 1 કલાક શ્રમદાનની અપીલ
  • નાવડીના ઓવારે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ છે
  • અમદાવાદમાં ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમદાન કર્યુ

PM મોદીની દેશવાસીઓને 1 કલાક શ્રમદાનની અપીલ છે. તેમજ સુરતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શ્રમદાન કર્યું છે. જેમાં નાવડીના ઓવારે સી.આર.પાટીલે શ્રમદાન કર્યુ છે. આજે એક તારીખ-એક કલાક બીજેપીના આગેવાનો દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહીત ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદોએ 10 થી 11 કલાકે શ્રમદાન કર્યું છે. મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરી છે.

આ પણ વાંચો: ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં મેઘની ખેંચતાણ, જાણો સિઝનનો કેટલો વરસાદ નોંધાયો

વૃક્ષા રોપણ કર્યા બાદ CMએ સફાઈ કરી

સુરત શહેર નાનપુર ખાતે શ્રમદાન સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમદાવાદમાં ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમદાન કર્યુ છે. જેમાં સ્વચ્છતા માટે પીએમ મોદીએ અપીલ કરી છે. તેમાં વૃક્ષા રોપણ કર્યા બાદ CMએ સફાઈ કરી છે. તથા પદાધિકારી અને ભાજપ આગેવાનો અભિયાનમાં જોડાયા છે. આજથી દેશભરમાં સ્વચ્છ ભારત મિશનની ઉજવણી થઇ રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કેબ, ઓટો રીક્ષા તથા ટેક્સીમાં આ નિયમનું પાલન ફરજીયાત કરવુ પડશે

PM મોદીની દેશવાસીઓને 1 કલાક શ્રમદાનની અપીલ

દેશભરમાં સ્વચ્છતા પખવાડિયા નિમીત્તે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા દિવસની ઉજવવામાં આવશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહ સહિતના નેતાઓએ શ્રમદાન કર્યું છે. અમિત શાહ આજે સવારે રાણીપ AMTS બસ સ્ટેશન પર શ્રમદાન કર્યું છે. તો ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા પણ આજે અમદાવાદમાં શ્રમદાન કર્યું છે. દેશભરમાં આજે નેતાઓ દ્વારા અલગ અલગ જગ્યા પર સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલ અનુસાર આજે બધા જ નેતાઓએ સવારે 10 થી 11 એટલે કે 1 કલાકનું શ્રમદાન આપ્યુ છે. જેમાં તેઓ પોતાના વોર્ડમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. જેમાં નેતાઓ ધાર્મિક સ્થળો, પ્રવાસ સ્થળો, રેલવે સ્ટેશન સહિત અનેક જાહેર જગ્યાઓ પર શ્રમદાન આપશે.

Back to top button