ગુજરાત

રાજ્ય પોલીસ વિભાગના વર્ગ – 3 ના કર્મચારીઓની મીટીંગ : સંગઠનના હોદ્દેદારોની વરણી

Text To Speech

રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ – 3 ના કર્મચારીઓના વિવિધ પ્રશ્નો માટે તેઓનું સંગઠન બનાવવામાં આવ્યું છે. દર વર્ષે આ સંગઠનની સમયાંતરે બેઠક યોજવામાં આવે છે ત્યારે આજે તેમની વધુ એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓના સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારો બિન હરીફ રીતે ચુંટાઈ આવ્યા હતા જેના કારણે તેઓની એકતાનો પરિચય થયો હતો.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: BJPનો રોડમેપ તૈયાર, PM મોદી કરશે 40 રેલી

કોને શું જવાબદારી સોંપવામાં આવી ?

રાજ્ય પોલીસ વિભાગના વર્ગ – 3 ના કર્મચારીઓની બેઠકમાં નવા હોદ્દેદારોમાં અશોકસિંહ જાદવ – રાજ્યકક્ષાના પ્રમુખ, હિરેન લેઉઆ – રાજ્યકક્ષાના મહામંત્રી, વિષ્ણુભાઈ રબારી – રાજ્યકક્ષાના ઉપપ્રમુખ, પ્રજ્ઞયેશભાઈ પંડયા – રાજ્યકક્ષાના સંગઠન મંત્રી, ધર્મરાજસિંહ વાઘેલા – રાજ્યકક્ષાના ખજાનચી, પ્રફુલ્લભાઈ સોલંકી – ગાંધીનગર રેન્જ ઉપપ્રમુખ, દેવાભાઈ ચૌધરી – બોર્ડર રેન્જ ઉપપ્રમુખ, જીતેન્દ્રકુમાર ભગોરા – પંચમહાલ ગોધરા રેન્જ ઉપપ્રમુખ, અશોકભાઈ મકવાણા – સુરત રેન્જ ઉપપ્રમુખ અને દીપકભાઈ પ્રજાપતિ – અમદાવાદ રેન્જ ઉપપ્રમુખ તરીકે નિમણુંક પામ્યા છે. આ તમામ હોદેદારોને રાજ્યભરમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

Back to top button