ઉત્તર ગુજરાતગુજરાત

થરાદમાં અદ્યતન હોસ્પિટલ અને જી.આઈ.ડી.સી. શરૂ કરાશે : શંકરભાઇ ચૌધરી

  • થરાદમાં લાયન્સ ચાર્ટર નાઈટ સેલિબ્રેશન સમયે આપ્યું નિવેદન

પાલનપુર : થરાદ ખાતે વૃંદાવન ફાર્મમાં લાયન્સ ક્લબ થરાદ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારોહ અને લાયન્સ ચાર્ટર નાઈટ સેલિબ્રેશન યોજાયું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું હતું કે લાયન્સ ક્લબ બીજાના ભલા માટે સારા ભાવથી કામ કરતી સંસ્થા છે. આ સંસ્થામાં દરેક સભ્યો સમાજને કંઇ રીતે મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે આવે છે.

પાલનપુર -humdekhengenews

લાયન્સ કલબ દ્રારા આયોજિત કાર્યક્રમને સંબોધન કરતાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સર્વાગી વિકાસની માટે કટિબદ્ધતા બતાવી હતી. થરાદના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મેળવવા દૂર સુધી ન જવું પડે તે માટે થરાદમાં અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત થરાદના ઔદ્યોગિક વિકાસ માટે જી.આઈ.ડી.સી. નું પણ નિર્માણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં થરાદને ઉત્તમ નગર બનાવવાના સંકલ્પ સાથે પાણી, ગટર, સુંદર રસ્તાઓ, બાગ-બગીચા તથા ટ્રાફિક અને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો હલ કરીને શ્રેષ્ઠ ટાઉન પ્લાનીંગ દ્વારા નગરને વિકસીત કરી થરાદને રાજયમાં શિરમોર બનાવવું છે.

તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જીતનો શ્રેય માતૃશક્તિને આપ્યો હતો. માતાઓ- બહેનોએ ખૂબ પ્રતિબધ્ધતા સાથે ખંતથી કામ કર્યું છે. જેનું ખુબ સારું પરિણામ મળ્યું છે એ બદલ હું માતૃશક્તિને વંદન કરું છું. મહિલાઓના આરોગ્યની જાળવણી ઉપર વિશેષ ભાર મુકતા તેમણે બહેનોને સ્વાસ્થ્ય બાબતે સજાગ રહી દર એકાદ – બે વર્ષે બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. જેથી શરીરમાં રહેલી ઉણપોનું નિદાન થઈ શકે. બનાસ મેડિકલ કોલેજ અને રાજ્ય સરકારના સહયોગથી આ વિસ્તારની બહેનોને પોતાના ઘેર આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા હેલ્થકાર્ડ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વ્યસનમુક્તિ ઉપર ભાર મુકતા કહ્યું કે, યુવાનો બીડી, તમાકુ, ગુટખા જેવા વ્યસનોની બદીઓથી દૂર રહે તે માટે અભિયાન ચલાવવામાં આવશે.

પાલનપુર -humdekhengenews
થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સત્કાર સમારંભમાં બનાસ બેંકના ડિરેક્ટર શૈલેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ થરાદના પ્રમુખ પીરોમલ નજાર, લાયન્સ કલબના મંત્રી કિર્તીભાઈ આચાર્ય, સંગઠનના મહામંત્રી કનુભાઈ વ્યાસ, હસમુખભાઇ સોની, અગ્રણી અજયભાઈ ઓઝા, લાયન્સ કલબના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લાયન્સ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : ચડોતરથી મા અર્બુદા ધામ ડીસાવળ પરગણાની યોજાઈ પગપાળા યાત્રા

Back to top button