ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યની નપા અને મનપાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણ ક્યાં જીત્યું?

Text To Speech

આજે 6 ઓગસ્ટે થયેલી નપા અને મનપાની 30 બેઠકો પરની પેટા ચૂંટણીના પરિણામ આવ્યા છે. આ 30 બેઠકોમાંથી ભાજપને 21, કોંગ્રેસને 8 અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

રાજ્યની નગરપાલિકાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું

રાજ્યમાં 6 ઓગસ્ટે 18cની 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં 29 બેઠકોમાંથી 20માં ભાજપ તો 8માં કોંગ્રેસની જીત થઈ છે.જ્યારે એક બેઠક પર અન્ય ઉમેદવારની જીત થઈ છે. આ ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકાની બેઠક ભાજપના ફાળે આવી છે.

અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ જિલ્લાનું પરિણામ

અમદાવાદની બારેજા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ તો આણંદ નગરપાલિકાની એક બેઠક કોંગ્રેસની જીત થઈ છે. તેમજ અરવલ્લીની મોડાસા નગરપાલિકાની એક બેઠક અને બનાસકાંઠાના ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાની એક-એક બેઠક કોંગ્રેસને મળી છે. જ્યારે ભરૂચના જંબુસર નગરપાલિકાની એક બેઠક પણ કોંગ્રેસને મળી નથી.

આ પણ વાંચો : કેમ સાધારણ તાવ બાદ પણ થઈ રહ્યાં છે બાળકોના મોત? ચોમાસું રોગચાળા વચ્ચે વધ્યો મૃત્યુઆંક

આમોદ, .ભાવનગર, ગીર સોમનાથ,કચ્છ,ખેડા,મહેસાણા,નર્મદા જિલ્લાનું પરિણામ

આમોદ નગરપાલિકાની પાંચમાંથી ચાર બેઠક ભાજપ અને એક બેઠક અપક્ષ ઉમેદવારને ફાળી ગઈ છે.ભાવનગરના મહુવા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, પાલિતાણાની બે બેઠકમાં ભાજપની જીત થઈ છે. અને ત્રણ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે ગીર સોમનાથની તલાલા નગરપાલિકામાં ભાજપની એક, કચ્છના મુંદ્રા-બારોઈ નગરપાલિકાની એક બેઠક ભાજપ, ખેડાના ઠાસરા નગરપાલિકાની એક બેઠક ભાજપને મળી છે. તેમજ મહેસાણાના ઊંઝા નગરપાલિકાની એક બેઠક પણ ભાજપને મળી છે. આ સાથે નર્મદાના રાજપીપળા નગરપાલિકાની એક બેઠક ભાજપ જીત્યું છે.

ગોધરા,પાટણ , પોરબંદર જિલ્લાનું પરિણામ

આ સાથે ગોધરા નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે.તેમજ પાટણના સિદ્ધપુર નગરપાલિકામાં ચાર બેઠકો પર ભાજપની જીત થઈ છે. સાથે પોરબંદર-છાયા નગરપાલિકાની એક બેઠક ભાજપ અને ધ્રાંગધ્રાની એક બેઠક ભાજપના ફાળે આવી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારે છેલ્લા 9 વર્ષમાં કુદરતી આફતથી અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવી આટલી સહાય 

Back to top button