પાલનપુરના ડીસામાં વરલી મટકાનો જુગાર રમતા 12 જુગારી પર સ્ટેટ મોનિટિંગ સેલ ત્રાટક્યું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં વરલી મટકા અને સટ્ટાની અસામાજીક પ્રવૃત્તિ કેટલાક સમયથી ફુલી ફાલી છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલને મળેલી બાતમીના આધારે ડીસાના સાઈબાબા મંદિર નજીક પાર્લર ની પાછળ ખુલ્લી જગ્યામાં વરલી મટકાનો જુગાર રમતા 12 શખ્શો ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી. જેમની પાસેથી રોકડ, મોબાઈલ, મોટરસાયકલ તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂપિયા બે લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબજે કર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પ્રોહિબિશન કામગીરીને લઈને બનાસકાંઠામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે ડીસા ખાતે આવેલા બગીચા સર્કલ પાસે શ્રી મેલડી ટી પાર્લર પાછળ ખુલ્લી જગ્યામાં ઓટલા ઉપર વરલી મટકાનો જુગાર રમતો હતો. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રાટકીને જુગાર રમતા અને રમાડતા 12 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં વરલી મટકાનો આંક ફરક નો પૈસાથી હાર જીતનો જુગાર રમાડનારો ડીસાના ચાવડી વાસ માં રહેતો મુખ્ય આરોપી કનુભાઈ મફાજી સોલંકી ઝડપાયો ન હતો. જ્યારે સંજય ઠાકોર મોબાઇલમાં વોટસએપથી વરલી મટકાનો આંક ગ્રાહકોને મોકલતો અને હિસાબ રાખતો હતો.
કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
જોકે રેડ દરમિયાન જુગાર રમાડનાર અને રમવા આવનારા 12 ગ્રાહકો સામે પોલીસે કાર્યવાહી કરીને તેમની પાસેથી રોકડા રૂપિયા 71, 610/-, મોબાઈલ નંગ – 13 કિંમત રૂપિયા 36,500/-, મોટરસાયકલ – 2 કિંમત રૂપિયા 95 હજાર, કેલ્ક્યુલેટર ત્રણ કિંમત રૂપિયા 150/- તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂપિયા રૂ. 2,03,260/- નો મુદ્દા માલ કબજે કર્યો હતો. અને આ 12 શખ્શો વિરુદ્ધમાં જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારની રેડ દરમિયાન કોણ પકડાયું
1. જયેશકુમાર દેવકિશન વારડે
2. નટવરલાલ નરસિંહભાઇ ઠક્કર
3. જેકીનકુમાર દિનેશભાઈ ઠક્કર
4. આઝમભાઈ ઉંમરભાઈ મીર
5. શ્રવણજી વીરાજી ઠાકોર
6. ગગાજી વીરાજી ઠાકોર
7. અબ્દુલ રહેમાન જમાલભાઈ સુમરા
8. કમલેશ કનૈયાલાલ ટેકચંદાણી
9. મનુભાઈ ત્રિભોવનદાસ ઠક્કર
10. પરબતજી રામસંગજી કમાલપીરાયા
11. નરસિંહભાઈ સોમાજી ઠાકોર
12. ભરતભાઈ ગલાજી ઠાકોર.
આ પણ વાંચો :અદાણીએ 40 હજાર કરોડની છલાંગ લગાવી ફરી ટોપ 20માં પહોંચ્યા