કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

ચૂંટણી વચ્ચે રાજ્યમાં આયકર વિભાગ હરકતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છની 30 જગ્યાએ દરોડા

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના અનેક શહેરોમાં આઇટીના દરોડાની વાત સામે આવી છે. જેમાં 30 અલગ અલગ જગ્યાએ દરોડા અને સર્ચ ઓપરેશનની માહિતી સામે આવી રહી છે. આ દરોડા ભૂજ,રાજકોટ,ગાંધીધામમાં પાડ્યા છે.

income tax Raid Hum Dekhenge News

દરોડામાં મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં સંકળાયેલા ધંધાર્થીઓ સહિત ફાઇનાન્સ બ્રોકર સંબધિત વેપારીઓને ત્યાં વહેલી સવારથી તપાસનો દોર શરૂ થયો છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓ આ દરોડામાં સામલ થયા છે. આ આઇટી દરોડાના લીધે સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી બાજુ ફઆઇનાન્સના બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : પત્નીને વિધાનસભાની ટિકિટ મળ્યા બાદ રવિન્દ્ર જાડેજાએ PM મોદી માટે લખી ખાસ પોસ્ટ

આ આઇટી દરોડામાં ભારે બેનામી સંપત્તિ મળી આવવાના એધાંણ છે. હાલ 30થી વધુ સ્થળો પર આઇટી ટીમની તપાસ ચાલી રહી છે. આઇટીના દરોડામાં કેટલાંક ધંધાર્થીઓના નિવાસ્થાન અને ઓફિસ પર ભારે તવાઇ આઇટી વિભાગે બોલાવી છે. તમામ એકાઉન્ટની સાથે ઘર ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપહરેશન હાથ ધરવામાં આવ્યું છે.

તેમજ ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઇ હતી તેની સાથોસાથ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચેકિંગ, ફ્લાઇંગ, સ્ટેટિક સહિતની વિવિધ સ્કવોડની રચના કરી 23 જેટલા નાકા ઉપર પોલીસ ગોઠવી નાણાકીય લેવડ-દેવડ કરતા લોકો ઉપર વોચ રાખવાનું શરુ કરી દેવાયુ જેના પગલે દસ્તાવેજ કરનાર કે ટોકન આપી ચુકેલા જમીન-મકાન ખરીદી માટેના આસામીઓ ઓનના પેમેન્ટ આપતાં ખચકાય છે. દસ્તાવેજ વખતે અમુક નાણા વ્હાઇટના આપવા માટે જાય અને પકડાઇ જાય તો નાણા જાય તેની મૂંઝવણ છે.

આ પણ વાંચો : IT કંપનીઓનો કહેર, ફેસબુક-ટ્વિટરના 18,500 કર્મચારીઓની સપ્તાહમાં છટણી

Back to top button