ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માંગોને લઈને હડતાળ પર હતા. ગુજરાત સરકારે મંગળવારે રાજ્ય આરોગ્ય કર્મચારીઓની માંગોને સ્વિકારીને આંદોલન સમેટવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ પોતાની હડતાળ ચાલુ રાખશે. મંગળવારે મંત્રી જીતુ વાઘાણી સાથે ચર્ચા બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત બાદ કર્મચારી સંકલન સમિતિ સહમત ન થતા આંદોલન યથાવત રાખવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.
રાજ્ય સરકાર આરોગ્ય કર્મીઓની વિવિધ માંગો પર ચર્ચા થઈ છે. સાત મંત્રીઓએ સાથે બેસીને વાત સાંભળી છે. પીટીએ તેમજ કોરોના કાળમા થયેલા કામના વેતનની માંગ હતી. એક કલાક ચર્ચા ના અંતે એક સહમતી પર આવ્યા, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કર્મચારીઓની બે માંગ પીટીએ અને 130 દિવસના પગાર બાબતે આગળ વધી અમલ થશે.
સરકારમાં અહેવાલ આપી ઝડપથી માંગો મંજૂર કરવામાં આવશે. આરોગ્યકર્મીઓની માંગો બાબતે સકારાત્મક રહી ઠરાવના પ્રયત્નો થશે. આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ કહ્યું કે, સરકાર એક માસમા બેઠકો કરી ત્વરિત નિર્ણય કરવાની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રી ઋશિકેશ પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના મંત્રીઓએ ખાતરી આપી છે. તો આજે ફરી રાજ્ય આરોગ્ય કર્મીઓએ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરતા ફરી સરકારની ચિંતા વધી છે.
આ પણ વાંચો : તાઈવાનની સેનાએ પહેલીવાર ચાઈનીઝ ડ્રોન પર કર્યું ફાયરિંગ, કહ્યું- આ ચેતવણી છે..