એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યું છે ત્યારે બીજી તરફ રાજ્યમાં ઠંડીના ભણકારા વચ્ચે ગરમી હજી પણ પોતાની અસર છોડી રહ્યું નથી ત્યારે ઋતુચક્રમાં આવેલા ફેરફાર અને કેટલાંક વિસ્તારોમાં ડિસેમ્બરમાં કમોસમી વરસાદના કારણે રોગચાળોની સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : આજે મળનાર કેબિનેટની બેઠક CMએ કેમ અચાનક કરી રદ્દ ?, જાણો શું હતુ કારણ
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ સ્થાનો પર લોકોમાં બિમારીનું ઘર ચાલી રહ્યું છે. તેને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે બીજી તરફ અમદાવાદમાં ઓરીના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તો વાયરલ ઈન્ફેક્શન વધવાને કારણે પણ લોકો બીમાર થઈ રહ્યા છે, જેને કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
રાજ્યમાં બેવડી ઋતુના કારણે બીમારીઓમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. અમદાવાદમાં નાના બાળકો, વૃદ્ધો તો બિમારીઓની ચપેટમાં આવી જ રહ્યા છે. સાથે જ યુવાઓ પણ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. નાના બાળકોમાં ઓરીના રોગચાળાએ માથું ઉંચક્યું છે. તો આ સાથે જ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલ્ટી સહિતનો રોગચાળો પણ વકરી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જઇ રહ્યો છે.
આ તરફ અમદાવાદમાં 17 ડિસેમ્બર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના 230 અને ઝાડા ઉલટીના 212 કેસ નોંધાયા હતા. ડિસેમ્બરમાં પાણીના 120 સેમ્પલનો કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. 39 સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જ ઓરીના વધુ કેસ નોંધાયા છે. જ્યારે કે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં કુલ 50 કેસ સામે આવ્યા છે.
રાજકોટમાં પણ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી વાઇરલ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ઉધરસ, તાવના 800થી વધુ કેસ નોંધાયા છે.. તો ડેન્ગ્યુ, મેલેરીયા, ચિકનગુનિયાના 17થી વધુ કેસ સામે આવ્યા છે. શહેરની હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે શહેરમાં રોગચાળો વકરતા મનપાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થઇ ગયુ છે. મેલેરિયાની ટીમ સંવેદનશીલ વિસ્તારમાં દવાનો છંટકાવ કરી રહી છે. તથા એક્ટિવ કેસ હોય ત્યાં ફોગિંગની કામગીરી હાથ ધરાઇ છે. આરોગ્ય વિભાગની ટીમ ઘરે-ઘરે જઇ સર્વેલન્સની કામગીરી કરી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને કાબૂમાં લેવા લોકોને માહિતગાર કરી રહી છે.