અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારનો નિર્ણયઃ હવેથી PSI અને PIની આ પ્રકારે બદલી કરી શકાશે નહીં

Text To Speech

ગાંધીનગર, 02 ઓગષ્ટ 2024, ગુજરાતમાં પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો થયાં છે. રાજ્ય સરકારે 8 IPS અધિકારીઓને પોસ્ટિંગ આપ્યા બાદ એક સાથે 233 પોલીસ સબ ઈન્સપેક્ટરોને હંગામી ધોરણે પોલીસ ઈન્સપેક્ટર તરીકે પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે બદલીના નિયમોમાં ફેરફાર કરીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી PSI અને PIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી સરકારે નિર્ણય કર્યો છે. હવે પાંચ વર્ષ સુધી એકજ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર PSI અને PIની તે ઝોનના નજીકના તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.

પોલીસની બદલી પ્રક્રિયામાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે એક યાદી જાહેર કરીને જણાવ્યું છે કે, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટીંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ/ પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહિ.

PI અને PSIની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે
જે બિન હથિયારી પી.એસ.આઇ/પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં.પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે લીધેલા આ નિર્ણયને પરિણામે પી.એસ.આઇ અને પી.આઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બિમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.

આ પણ વાંચોઃગુજરાતમાં 8 IPSને પોસ્ટિંગ આપ્યા બાદ 233 PSIને અપાયુ PIનું પ્રમોશન, જુઓ લિસ્ટ

Back to top button