રાજ્ય સરકારના નિવૃત્ત આઈએએસ એસ.કે. નંદાનું અમેરિકામાં નિધન
- હેલ્થ, ટુરિઝમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જેવા મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા હતા
- પાંચ જિલ્લામાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી
- ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પણ તેઓ બજાવી ચૂક્યા છે ફરજ
- એસ.કે. નંદા પુત્રીને મળવા ગયા હતા અમેરિકા
અમદાવાદ, 27 જુલાઈ : રાજ્ય સરકારના નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે.નંદાનું અમેરિકામાં નિધન થયું છે. એસ કે નંદા એક સિનિયર આઈએએસ અધિકારી હતા અને ગુજરાત સરકારમાં તેમની મહત્ત્વપૂર્ણ કારકિર્દી રહી હતી. તેઓ હેલ્થ, ટુરિઝમ, ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ફાઈનાન્સ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય જેવા મહત્વના હોદ્દાઓ સંભાળી ચૂક્યા હતા.
આ પણ વાંચો : કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 સૈનિકો ઘાયલ; 1 આતંકી ઠાર
પુત્રીને મળવા અમેરિકા ગયા હતા
ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સુદીપકુમાર (એસકે) નંદા તેમની પુત્રીને મળવા માટે અમેરિકા ગયા હતા. જ્યાં તેઓનું હાર્ટ એટેક આવવાને લીધે નિધન થયું હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. જેને પગલે શોકની લાગણી છવાઈ ગઈ છે. ગુજરાતના પાંચ જિલ્લામાં મદદનીશ કલેકટર અને કલેકટર તરીકે તથા ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચુક્યા હતા.
પાંચ જિલ્લામાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે ફરજ બજાવી
1978 બેચના અધિકારી એસકે નંદાએ ડાંગ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા અને જૂનાગઢ જિલ્લાઓમાં મદદનીશ કલેક્ટર અને કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. તેઓ જ્યારે નિવૃત્ત થયા ત્યારે તેમનું પોસ્ટીંગ રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે થયું હતું. તેમની કારકિર્દીમાં તેમણે એવા ઘણાં નિર્ણયો લીધા હતા કે જે લોકોની સુખાકારી માટે મહત્વના હતા. સરકારમાં તેમણે આરોગ્ય, ગૃહ ઉપરાંત નાગરિક પુરવઠા, પ્રવાસન, વન અને પર્યાવરણ સહિત અનેક વિભાગોમાં ફરજ બજાવી હતી.
આ પણ વાંચો : યુરોપ-મધ્ય એશિયામાં નવ કરોડ બાળકો ગરમીની ઝપેટમાં..! જુઓ વધતા તાપમાનથી દર વર્ષે કેટલા બાળકો ગુમાવી રહ્યા છે જીવ