અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

GMERS મેડિકલ કોલેજમાં વિરોધ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડાનો નિર્ણય કર્યો; છતાં NSUI કરે છે વિરોધ

Text To Speech

અમદાવાદ 17 જુલાઈ, 2024 :  ગુજરાતમાં GMERS મેડિકલ કોલેજની ફીમાં કમરતોડ વધારાની વિરુદ્ધમાં વાલીઓ અને વિધાર્થીઓને સાથે રાખી NSUI અને કોંગ્રેસ પક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે ગવર્મેન્ટ અને જનરલ કોટામાં ફીમા ઘટાડો કરી ડોક્ટર બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓને રાહત આપી છે. આ બાબતે ભારતીય વિદ્યાર્થી પરિષદે સરકારના નિર્ણયને આવકાર્યો છે પરંતુ NSUI આ નિર્ણયથી સંતુષ્ઠ નથી શું છે કારણો જાણીએ!!

NSUI કાર્યકર્તાઓને અટકાયત કરાઈ હતી

NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ હમ દેખેંગે ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કુંભકર્ણ નિંદ્રામાં સુતેલી જગાડવા માટે રાજ્યભરમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. વિરોધ પ્રદર્શનને લીધે પોલીસ દ્વારા NSUI નાં તમામ જિલ્લાઓનાં કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. વધતા જતા વિરોધને ધ્યાને લઈને રાજ્ય સરકારે GMERS મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. હાલમાં સરકારી ક્વોટામાં 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખ ફી રહેશે.

સરકારે શિક્ષણનો વેપાર નહીં સેવા આપવી જોઈએ

વર્તમાન સરકાર પહેલા ફી માં મોટાપાયે વધારો કરે છે, ત્યારબાદ વિરોધ થતા આ ફીમાં આંશિક રીતે ઘટાડો કરે છે. દુઃખની બાબત એ છે 1994-95 મા કોંગ્રેસ સરકારે ભાવનગર અને રાજકોટમાં સરકારી મેડિકલ કૉલેજ બનાવી એ પછી પાછળ અંદાજે 30 વર્ષમાં બીજેપી સરકારે એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી બનાવી. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શિક્ષણ ખુબ જ મોંઘું છે. સરકારે શિક્ષણનો વેપાર નહીં સેવા આપવી જોઈએ.

50 ટકા સીટો સરકારી ફીના ધોરણે ભણાવવામાં આવે

અમારી માંગણી છે કે ગુજરાત માં 1995 થી કોઈ પણ સરકારી મેડિકલ કોલેજની સ્થાપના નથી થઈ અને 6 જ સરકારી મેડિકલ કોલેજો છે તો અમારી માંગણી છે કે 13 એ 13 GMERS કોલેજોને 50 ટકા સીટો સરકારી ફીના ધોરણે ભણાવવામાં આવે અને 50 ટકા સીટો જે ગરીબ અને મધ્યમવર્ગના વિધાર્થીઓને પોસાય તેવી ફીનું ધોરણ નક્કી કરી એ મુજબ એડમીશન કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ પણ વાંચો : અમદાવાદઃ સરકાર દ્વારા GMERS મેડિકલ કોલેજોનો ફી વધારો પાછો ખેંચાયો; ABVP એ નિર્ણયને આવકાર્યો

Back to top button