રાજ્ય સરકાર ખનિજ ધરાવતી જમીન પર રોયલ્ટી વસૂલ કરી શકે છે: SCનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
- રાજ્યો પાસે ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની ક્ષમતા અને સત્તા છે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 25 જુલાઇ: સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ખનિજ સમૃદ્ધ રાજ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે માઈનિંગ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 9 જજની બેંચે ચુકાદો આપ્યો હતો કે, રાજ્યો પાસે ખનિજથી સમૃદ્ધ જમીનો પર કર લાદવાની ક્ષમતા અને સત્તા છે. ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આનો ફાયદો થશે. મહત્ત્વપૂર્ણ છે કે, 9 જજોની બેંચે 8-1થી આ ચુકાદો આપ્યો છે. આજે ગુરુવારે ઐતિહાસિક નિર્ણયની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે તેના અગાઉના આદેશને રદ્દ કરી દીધો છે. તેમણે ખાણકામ અને ખનિજ-ઉપયોગ પ્રવૃત્તિઓ પર રોયલ્ટી લાદવાનો રાજ્યોનો અધિકાર પણ જાળવી રાખ્યો હતો.
VIDEO | “By a majority of 8:1, this nine judges bench has decided that the royalty imposed by Parliament and Central government under the Mines and Minerals Development Act,1957, is not in the nature of tax. Now, the relevance of this is that if royalty is a tax then it has an… pic.twitter.com/xgGZttx6X2
— Press Trust of India (@PTI_News) July 25, 2024
સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો
આ કેસની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે, “રોયલ્ટીને ટેક્સ ગણી શકાય નહીં. રોયલ્ટી ટેક્સની પ્રકૃતિમાં આવતી નથી.” ભારતના ચીફ જસ્ટિસે કહ્યું કે, “અમે માનીએ છીએ કે રોયલ્ટી અને લોન બંને ટેક્સના તત્વોને સંતોષતા નથી. ઈન્ડિયા સિમેન્ટનો નિર્ણય જે રોયલ્ટીને ટેક્સ તરીકે ગણે છે તે ખોટો છે. MMDR એક્ટમાં રાજ્ય સરકારની ખનિજો પર કર લાદવાની સત્તાઓને પ્રતિબંધિત કરવાની કોઈ જોગવાઈ નથી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે રાજ્યોની સરકારોને ફાયદો થશે જ્યાં ખનિજનું ઉત્પાદન થાય છે.
Justice B.V. Nagarathna delivers her dissenting opinion.
“Royalty as envisaged under Sec 9. of the Mines and Minerals (Development and Regulation) Act, 1957 (MMDR Act) is a tax.”#SupremeCourt #Judgement #mines pic.twitter.com/9iQ4tLHwLZ
— Supreme Court Observer (@scobserver) July 25, 2024
જસ્ટિસ નાગરત્નાની આ નિર્ણય પર અસહમતિ
મહત્ત્વપૂર્ણ છે કે, 9 સભ્યોની બેંચે 8-1ના મત સાથે આ ચુકાદો આપ્યો છે. બેંચનો ભાગ રહેલા જસ્ટિસ નાગરત્ના આ નિર્ણય સાથે અસંમત થયાં હતા. તેમણે કહ્યું કે, હું માનું છું કે રોયલ્ટી ટેક્સની જ શ્રેણીમાં જ આવે છે. રાજ્યો પાસે ખનિજો અને તેમના અધિકારો પર કોઈ કર અથવા ડ્યુટી લાદવાની કોઈ કાયદાકીય ક્ષમતા નથી. હું માનું છું કે, ઇન્ડિયા સિમેન્ટ્સનો નિર્ણય યોગ્ય રીતે લેવામાં આવ્યો હતો.
આ પણ જૂઓ: ન્યાયતંત્ર સામે આવ્યો એક પેચીદો કેસ, SCના જજોના મત પણ અલગ અલગઃ ચુકાદો શું આવશે?