ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારની લાલ આંખ, પાંચ વર્ષમાં આટલી કરી વસુલાત
ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરીમાં વિવિધ કેડરની વર્ગ-3ની 152 નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં વર્ગ-3ની 500 જગ્યાઓ ખાલી છે તેમાં 330 જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવશે જ્યારે બાકી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે તેમ,ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચન રાદડિયા દ્વારા વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો મુખ્યમંત્રી વતી ખાણ અને ખનીજ વિભાગનો જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું.
પાંચ વર્ષમાં ભૂમાફિયા સામે કરેલા કુલ 40,438 કેસો
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓ સીધી ભરતી, બઢતી અને પ્રતિનિયુક્તિ એમ કુલ ત્રણ રીતે ભરવામાં આવે છે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ભૂમાફિયાઓ સામે કડક હાથે કામ લેવા કટિબદ્ધ છે.જેના ભાગરૂપે ગુજરાત માં છેલ્લા પાંચ વર્ષમાં બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના ગુનાઓમાં ભૂમાફિયા સામે કરેલા કુલ 40,438 કેસો દ્વારા કુલ રૂ. 65,915 લાખની વસુલાત કરાઈ છે. જેમાં વર્ષ 2018-19માં ભૂમાફિયા 527,734 કેસો દ્વારા રૂ.10,988 લાખ, વર્ષ 2019-20માં 7,446 કેસો દ્વારા રૂ. 10,634 લાખ, વર્ષ 2020-21માં 7,155 કેસો દ્વારા રૂ. 10,322 લાખ, વર્ષ 2021-22માં 8,672 કેસો કરીને રૂ. 14,064 લાખ તેમજ વર્ષ 2022-23માં ફેબ્રુઆરી સુધીમાં 9,476 કેસો કરીને રૂ. 19,907 લાખની વસુલાત કરવામાં આવી છે તેમ મંત્રીએ ગૃહમાં પેટા પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો : મહિલાઓ પર થતા ગુનાઓમાં ઘટાડો, બે વર્ષમાં 14,76,171 મહિલાઓને સુરક્ષા માટે અપાઈ તાલિમ