ગુજરાતટોપ ન્યૂઝ

સ્વતંત્રતા દિવસના પૂર્વે ગુજરાત પોલીસને રાજ્ય સરકારની મોટી ભેટ, જાણો શું થશે લાભ ?

Text To Speech

15 ઓગસ્ટની પૂર્વ સંધ્યા પર રાજ્યના પોલીસ વિભાગ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસના ગ્રેડ પે પર રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઈને ત્વરિત ધોરણે સમિતિની રચના કરાઈ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠકોનું આયોજન થયુ હતુ.

Gujarat Police Grade Pay Hum Dekhenege 01

પોલીસ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે રૂ. 550 કરોડનુ ભંડોળ મંજૂર કરવામાં આવ્યુ છે. કમિટીએ જરૂરી ફેરફારનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. જેને પગલે મોંઘવારી ભથ્થા, એલાઉન્સમાં વધારાની માગ પૂરી થાય તે માટે રૂ.550 કરોડના ભંડોળને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ ભંડોળથી શું થશે?

ગુજરાત સરકારે હાલ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે 550 કરોડ રુપિયાનું ભંડોળ મંજૂર કર્યું છે. ગુજરાતમાં હાલ 65000 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ ભંડોળથી અંદાજે દરેક પોલીસ કર્મચારીઓને મહિને 7 હજાર સુધીનો પગાર-ભથ્થાં વધી શકે છે. મહત્વનું છે કે, આ 550 કરોડ રુપિયાનું ભંડોળ પોલીસ કર્મચારીઓના પરિવારના કલ્યાણ અર્થે મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે પોલીસના પગાર-ભથ્થાં ચોક્કસની વધશે. જો કે, પોલીસનો ગ્રેડ – પે કેટલો રહેશે તે અંગે હાલ કોઈ માહિતી સરકાર તરફથી નથી આપવામાં આવી. હાલ એવી શક્યાતાઓ પણ વર્તાઈ રહી છે કે, પોલીસના ગ્રેડ – પેમાં વધારો નહી કરીને તેમના પગાર અને ભથ્થામાં વધારો કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતના ત્રણ IPS અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ

Back to top button