ગુજરાતટોપ ન્યૂઝ

ચાઈનીઝ દોરીના વેચાણ અંગે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામુ, જાણો સરકારે જવાબમાં શું કહ્યું

Text To Speech

રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતા તેનું વેચાણ થાય છે અને તેના કારણે અનેક લોકોના મોત થાય છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. અને પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે થતી કાર્યવાહીની માહીતી માંગી હતી, ત્યારે આજે રાજ્ય સરકારે આ મામલે કોર્ટમાં સોગંધનામું રજુ કર્યું છે

રાજ્ય સરકારે આપ્યું સોગંદનામુ

હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ અંગે સોગંદનાંમુ આપ્યું હતું. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ચાઇનીઝ દોરીના પ્રતિબંધ મામલે ગૃહ વિભાગ અને ડીજીપીએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કયુ છે. તેમજ પ્રતિબંધિત દોરી વેચનાર સામે કડક કાર્યવાહીના આદેશ પણ સંબંધિત વિભાગને આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે માંજાના વેપારીઓ સાથે પણ બેઠક યોજી હતી. તેમજ પ્રતિબંધિત માંજાની ખરીદી અંગે તપાસ કરવામાં આવી રહી છે. અને આ મામલે પોલીસ કડકાઈથી કામ કરી હોવાની બાહેધરી રાજ્ય સરકારે હાઈકોર્ટને આપી હતી.

ગુજરાત હાઈકોર્ટ-humdekhengenews

હાઈકોર્ટે જાહેરનામાના અમલીકરણ વિશે માંગી માહીતી

રાજ્યાં ચાઈનીઝ દોરી પર પ્રતિબધં હોવા છતાં અનેક શહેરોમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેને લઈને અનેક શહેરોમાં અકસ્માતની ઘટના પણ સામે આવી છે . ત્યારે ચાઈનીઝ દોરીના વેચાણ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાતા હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું હતુ. અને ચાઈનીઝ દોરી મામલે જાહેરનામાના અમલીકરણ કરવા વિશે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે માહિતી માંગી હતી. જે બાદ આજે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો : હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો, દેશભરમાં લાગુ થશે નવી સિસ્ટમ તમે પણ જાણી લો

Back to top button