ઓલિમ્પિક માટે ગુજરાતનો સ્પોર્ટિંગ હબ તરીકે વિકાસ કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ

ગાંધીનગર, 21 માર્ચ, 2025: ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક સ્પોર્ટિંગ હબ તરીકે વિકાસ થાય તે માટે Gujarat government is trying to develop as a sporting hub for the Olympics ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
ગાંધીનગરમાં રાજ્ય વિધાનસભામાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, યુવાનો એ દેશનું ભવિષ્ય છે. ગુજરાતનાં યુવાનોમાં રમત પ્રત્યે જાગૃતિ આવે, રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય, યુવાનો ઓજસ્વી, તેજસ્વી અને બળવાન બને તે માટે રાજ્ય સરકાર સદાય પ્રતિબદ્ધ છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્રને પગલે છેલ્લા બે વર્ષમાં ગુજરાત રાજ્યે રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં રમતગમત માટે ગત વર્ષની સરખામણીમાં રૂ.૨૫૦ કરોડ એટલે કે ૪૧ ટકા વધારે બજેટ ફાળવવા બદલ હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ‘સ્પોર્ટ્સ એ જ પ્રોફેશન’નો કોન્સેપ્ટ વિકસી રહ્યો છે. ગુજરાતના યુવાનો તંદુરસ્ત અને મનદુરસ્ત બને તે માટે રાજ્ય સરકાર સદૈવ પ્રયાસરત છે. એક સમયે એવું કહેવાતું હતું કે ગુજરાતીઓને રમતમાં શું ખબર પડે. પરંતુ આપણે સૌ સતત પરિશ્રમ કરતા રહ્યા અને પરિણામ સૌની સામે છે. પહેલા રમત ગમત ક્ષેત્રે મેડલ મેળવ્યાના આંકડા માત્ર સિંગલ ડીજીટમાં હતા. છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં રાજ્યના ખેલાડીઓએ વ્યક્તિગત અને ટીમ સ્પર્ધાઓમાં ૨૨૫ ગોલ્ડ, ૨૪૪ સિલ્વર અને ૩૩૯ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૮૦૮ મેડલ મેળવ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ૨૬ ગોલ્ડ, ૪૦ સિલ્વર અને ૩૮ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૦૪ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
Ahmedabad Olympic 2036 bid
5 Grand Stadiums get approval of state govt
🔹A football stadium of 50,000 capacity
🔹Two indoor arenas of 18,000 and 10,000 capacity
🔹An Aquatics center of 12,000 capacity
🔹A Tennis center of 10,000 capacity🔹The enclave will also have a Great… pic.twitter.com/SAdCQmaAe1
— The Index of Gujarat (@IndexofGujarat) December 26, 2023
મંત્રીએ ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની ખેડૂત પુત્રી ઓપીના ભીલારની સિધ્ધિ ને ટાંકીને કહ્યું કે, સુબીર તાલુકાના બીલીઆંબા ગામની વતની ઓપીના ભીલારની રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન પ્રક્રિયા થકી જીલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કુલમાં યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ખો ખો રમતમાં આજે પણ તે તાપી ખાતે ખો ખો રમતની તાલીમ લઈ રહી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ખો ખો રમતમાં આ ખેલાડીએ ૧૪ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને તેમાં તેણે કુલ ૦૫ રાષ્ટ્રીય કક્ષાના મેડલ મેળવ્યા છે. સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારની દીકરી તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં પસંદગી પામી અને તમામ મેચોમાં રમીને ભારતને ગોલ્ડ મેડલ અપાવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે.
ખેલ મહાકુંભ અંગે તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી. જેના થકી રાજ્યના ગામડાઓમાં રહેલા ટેલેન્ટને પ્રસ્થાપિત કરવાનો અવસર મળ્યો. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ સુત્ર હવે સાકાર થયું છે. વર્ષ ૨૦૧૦માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલો ખેલ મહાકુંભ આજે વટવૃક્ષ બની ગયું છે. વર્ષ ૨૦૧૦માં ૧૬ રમત અને ૧૬.૫૦ લાખ ખેલાડીઓ સાથે શરૂ થયેલો ખેલ મહાકુંભ આજે વર્ષ ૨૦૨૪માં ૩૯ રમત સહિત ૫૦ પેરા રમતોમાં ૭૧ લાખથી વધુ ખેલાડીઓની સહભાગીતા જોવા મળી છે. આ આંકડો જ આ યોજનાનું અને ગુજરાત સરકારનું સામર્થ્ય દર્શાવે છે.
ખેલ મહાકુંભને શરુ થયે ૧૪ વર્ષ થયા છે. બદલાતા યુગની સાથે પરિવર્તન કરીને અમે ખેલ મહાકુંભની નવી આવૃત્તિ ખેલ મહાકુંભ ૩.૦નો પ્રારંભ કર્યો છે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ સ્પે. ખેલ મહાકુંભમાં નવી ૧૭ કેટેગરીનો ઉમેરો કરી નવી ૨૫ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો. હવે દિવ્યાંગ ખેલાડીઓ પણ રાજ્ય સરકારની સર્વસમાવેશી નીતિનો સુખદ અનુભવ કરી શકશે. એટલું જ નહિ, તાજેતરમાં જ દેશના ગૃહ અને સહકારીતા મંત્રીના વરદહસ્તે ગાંધીનગર ખાતે નિર્માણાધીન પેરા હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. રૂ.૩૧૬ કરોડના ખર્ચે તૈયાર થનાર આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર દિવ્યાંગ ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાત સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવનાર રાજ્ય જ નહિ, સૌથી વધુ નેશનલ/ઇન્ટર નેશનલ ગેમ્સ આયોજીત કરનાર રાજ્ય પણ છે. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદનો એક સ્પોર્ટીંગ હબ તરીકે વિકાસ થાય તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત એ રાજ્યકક્ષાના એસોસીએશન અને રાષ્ટ્રકક્ષાના ફેડરેશન સાથે મળીને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગા કોમ્પીટીશન/ટૂર્નામેન્ટનું આયોજન ગુજરાતમાં થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક જ વર્ષમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સારી પર્ફોર્મન્સ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શક્તિદૂત યોજના કાર્યરત છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં શક્તિદૂત ૨.૦ યોજના એક નવા વિઝન સાથે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના થકી દિવ્યાંગ ખેલાડીઓને પણ સહાય મળશે. પ્રતિ ખેલાડી વાર્ષિક રૂપિયા ૩૦ લાખ સુધીની સહાય આપવામાં આવશે. અગાઉ ખેલાડી ૧૨ વર્ષનો થાય ત્યારે જ આ યોજનાનો લાભ મળતો હતો પરંતુ હવે ખેલાડી ૯ વર્ષનો હશે અને રાષ્ટ્રીય કક્ષાએ તેનું પ્રદર્શન સારું હશે તો તેને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ રૂપિયા ૨.૫૫ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે .
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મંત્રીએ કહ્યું કે, હાલમાં ૨૩ જિલ્લા રમત સંકુલ તથા ૫ તાલુકા રમત સંકુલ કાર્યરત છે તેમજ રૂપિયા ૩૭૦.૦૦ કરોડના ખર્ચે ૧૩ જિલ્લા રમત સંકુલ તથા ૧૯ તાલુકા રમત સંકુલના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. તે ઉપરાંત ગત વર્ષે તાપી જિલ્લામાં વ્યારા ખાતે જીલ્લા રમત સંકુલમાં મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ, ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ તથા રમત સંકુલ, અત્યાધુનિક વડનગર રમત સંકુલ અને પાટણ ખાતે તૈયાર થયેલું સિન્થેટિક એથ્લેટિક ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતનું આ શહેર બનશે ભિખારી મુક્ત: ભિખારીઓને રોજગારી આપવાનું આયોજન
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD