ગુજરાતચૂંટણી 2022

રાજ્યના ઉચ્ચાધિકારીઓ વોટ કરીને લોકશાહીને મજબૂત કરવાના મહાયજ્ઞમાં યોગદાન આપ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં છે અને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.51 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે. વહેલી સવારથી જ મતદાન માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર શહેર-જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદાનના નિયત સમય પહેલાં જ યુવાનોથી માંડીને જૈફ વયના નાગરિકો લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત કરવાના આ મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત આજે કુલ ૯૩ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે ગાંધીનગર સેક્ટર-૭માં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિર ખાતેના મતદાન મથક પર મતદાન કરી નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી.

લીગલ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત સેક્રેટરી શ્રી કોકીલાબેન રજનીકાંત ત્રિવેદી 85 વર્ષની ઉંમરે અનેરા ઉત્સાહથી મતદાન કરવા પોતાના હમ ઉમર અને મિત્ર એવા ગીરાબેન સતિષભાઈ પટેલ ઉમર 72 વર્ષ સાથે પોતા નો મતદાન નો હક અને પોતાના દેશ પ્રત્યેની ફરજ પૂર્ણ કરવા પહોંચ્યા તેની ખુશી વ્યક્ત કરી હતી તેમની સાથે તેમના પરિવારના દરેક સભ્યો પણ મતદાન માટે હાજર રહ્યા.

ગુજરાતના પૂર્વ અગ્રસચિવ અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી એવા લોકપાલના નોન-જ્યુડિશિયલ સભ્ય ડૉ. આઈ.પી. ગૌતમે આજે ગાંધીનગરના સેક્ટર-૮ ખાતેના મતદાન મથક પર તેમના પરિવાર સહિત મતદાન કરી, નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થવા અપીલ કરી હતી.

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું.

અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.

Back to top button