ગુજરાતટ્રેન્ડિંગ

પ્રધાનમંત્રીના દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરતા રાજ્યના DGP આશીષ ભાટીયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તા. 20 એપ્રીલે દાહોદના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ આજે કાર્યક્રમ સ્થળના સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી.

Text To Speech

આગામી 20 એપ્રીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને તામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દાહોદના ખરોડ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ આજે કાર્યક્રમ સ્થળના સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ઉપસ્થિત રહ્યાં હતા.જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યના પોલીસ મહાનિદેશક આશીષ ભાટીયાએ કાર્યક્રમ સ્થળ, હેલીપેડ સ્થળની વ્યવસ્થા, પાર્કિગ સહિત ઉપસ્થિત રહેનાર જનમેદની સહિતની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે પંચમહાલ રેન્જ આઇજી  એમ.એસ. ભરાડા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાને જરૂરી સૂચનાઓ આપી હતી. એસપી મીણાએ કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગેની માહિતી આપી હતી. તેમજ સભાખંડ, ટ્રાફિક, પાર્કિગ સહિતની વ્યવસ્થાઓ વિશે વિગતે માહીતી આપી હતી.

 State DGP Ashish Bhatia reviews security arrangements for PM's program at Dahod

રાજ્યના પોલીસ મહાનિદેશક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ હેલીપેડ સહિતના સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.બેઠકમાં અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કોમાર, આઇજી (સીઆઈડી ક્રાઇમ) સુભાષ ત્રિવેદી, એ.એસ.પી વિજયસિંહ તેમજ એ.એસ.પી સિદ્ધાર્થ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button