ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એસબીઆઇએ યીલ્ડ વધતા ભંડોળ ઊભુ કરવાનું માંડી વાળ્યુ, નવા વર્ષે બજારમાં પ્રવેશે તેવી શક્યતા

Text To Speech

મુંબઇ, 18 માર્ચઃ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને તરલતા ઊભી કરવા છતા પણ ભારતની સૌથી મોટી બેન્ક એવી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા – એસબીઆઇએ બોન્ડ યીલ્ડઝ ઊંચા મથાળે રહેતા એસેટ્સની દ્રષ્ટિએ  ચાલુ નાણાંકીય વર્ષે ભંડોળ ઊભુ કરવાની પોતાની યોજના માંડી વાળી છે. બેન્ક પહેલા માર્ચના અંત પહેલા બોન્ડઝના વેચાણ દ્વારા 150 અબજ રૂપિયા (આશરે 1.7 અબજ ડોલર) ઊભા કરવાનું વિચારતી હતી, પરંતુ હવે તે એપ્રિલથી શરૂ થતા હવે પછીના નાણાંકીય વર્ષમાં માર્કેટમાં પ્રવેશશે.

બેન્ક બજારમાં પ્રવેશવાનો યોગ્ય સમયની પ્રતીક્ષા કરી રહી છે, પરંતુ યીલ્ડઝ છેલ્લા કેટલાક સપ્તાહોથી ઊંચી છે અને તેથી નજીકના ભવિષ્યમાં બજારમાં પ્રવેશવાનું ટાળી રહી છે એમ સૂત્રોએ જણાવ્યુ હતું. જોકે એસબીઆઇના પ્રવક્તાએ આ બાબતે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

નોંધનીય છે કે AAA રેટિંગ ધરાવતા ભારતના 10 વર્ષના કોર્પોરેટ બોન્ડઝ મધ્યસ્થ બેન્ક દ્વારા રેપો રેટમાં 25 બેઝિઝ પોઇન્ટનો કરવામાં આવ્યો છતાં અને બેન્કિંગ સિસ્ટમમાં ભારે તરલતા ઠાલવી હોવા છતાં ફેબ્રુઆરીના પ્રારંભથી 15 બેઝિઝ પોઇન્ટ વધ્યા છે.

એસબીઆઇએ પોતાની એસેટ-લાયેબિલીટી સ્થિતિનું મૂલ્યાંકન કર્યુ છે અને બોર્ડની સંમતિ હોવા છતાં હાલમાં બોન્ડ ઇસ્યુ દ્વારા આગળ નહી વધવાનું નક્કી કર્યુ છે. બેન્કે હવે નવા વર્ષમાં પોતાની જરૂરિયાતના ભંડોળ માટે નવેસરથી વિચારશે. એસબીઆઇના આયોજિત બોન્ડ ઇસ્યુમાં બેઝલ III કોમ્પ્લાયંટ વધારાના ટિયર I સતત બોન્ડઝમાં 50 અબજ રૂપિયાનો  અને 100 અબજ રૂપિયા ઊભા કરવા માટે 15 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડઝનો સમાવેશ થાય છે.

બેન્કે ઓક્ટોબરમાં સતત બોન્ડઝ મારફતે ઓક્ટોબરમાં 7.98 ટકાના દરે 50 અબજ રૂપિયા ઊભા કર્યા હતા. જ્યારે એસબીઆઇના નેજા હેઠળની સરકારની માલિકીની બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રએ નિર્ધારિત ભંડોળ કરતા અર્ધું ભંડોળ એટલે કે 72.52 અબજ રૂપિયા ફેબ્રુઆરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડઝ મારફતે ઊભા કર્યા હતા.

Back to top button