ટોપ ન્યૂઝબિઝનેસ

આજથી દેશનો સૌથી મોટો LICનો IPO ઓપન, 9 મે સુધી એપ્લાઈ કરી શકાશે; રોકાણ કરતાં પહેલાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી

Text To Speech

છેલ્લા ઘણાં સમયથી જેની રાહ જોવાતી હતી તે દિવસ અંતે આવી ગયો. આજથી રિટેલ ઈન્વેસ્ટર્સ દેશના સૌથી મોટા LICનો IPOમાં એપ્લાઈ કરી શકશે. સામાન્ય રોકાણકારો માટે LICનો IPO 4 મેથી 9 મે સુધી ખુલ્લો રહેશે, જે દરમિયાન એપ્લાઈ કરી શકશો.

રિટેલ ઈન્વેસ્ટર્સ માટે LICના IPOમાં ત્રણ કેટેગરી નિર્ધારિત કરવામાં આવી છે. પોલિસી ધારક, LIC કર્મચારી અને સામાન્ય રોકાણકાર.  ત્યારે સવાલ ઊભો થાય કે સામાન્ય રોકાણકારે IPOમાં રોકાણ કરવા કેટલા રૂપિયા ભરવા પડશે. સાથે જ તેમને કેટલા શેર મળવાની સંભાવના છે? તો આવી જાણીએ આ સવાલોના જવાબ.

જો તમારી પાસે LICની પોલિસી છે, એટલે કે તમે LIC વીમા ધારક છો તો પછી તમારે IPOના પ્રાઈઝ બેન્ડમાં થોડી છૂટ મળશે. LIC પોલિસી ધારકને આ IPOમાં 10 ટકાની છૂટ મળશે. આ ઉપરાંત પોલિસી ધારકો માટે IPOમાં પ્રતિ શેર 60 રૂપિયાની છૂટ પણ મળશે.

પોલિસી હોલ્ડર્સે આટલા રૂપિયા લગાડવા પડશે
જો તમારી પાસે LICની પોલિસી છે તો IPOના એક લોટ માટે કેટલા રૂપિયા ભરવા પડશે. LICનો IPOની પ્રાઈઝ બેન્ડ 902 રૂપિયાથી 949 રૂપિયા છે, અને 15 શેરનો એક લોટ છે. જો તમે પોલિસી ધારકના કોટામાંથી IPO એપ્લાઈ કરો છો તો પછી અપર પ્રાઈઝ બેન્ડ મુજબ એટલે કે 949-60=889*15= 13,335 રૂપિયા લગાડવા પડશે. આ રીતે પોલિસી હોલ્ડર્સને એક લોટ IPO માટે એપ્લાઈ પર કુલ 900 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

LIC કર્મચારીઓને પણ છૂટ
આ રીતે LIC કર્મચારીઓને પણ IPOમાં એપ્લાઈ કરવા પર 45 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે અપર પ્રાઈઝ બેન્ડ મુજબ તેમને એક લોટના એપ્લિકેશન પર 13,650 રૂપિયા આપવા પડશે. રિટેલ ઈન્વેસ્ટર્સ અને LIC કર્મચારીઓને એક લોટ એપ્લાઈ પર 675 રૂપિયાની બચત થશે.

જો તમે LIC પોલિસી હોલ્ડર્સ અને કર્મચારી પણ નથી તો પછી અપર પ્રાઈઝ બેન્ડ મુજબ 14,235 રૂપિયા લગાડવા પડશે. IPOની ઈશ્યૂ સાઈઝ 21,000 કરોડ રૂપિયાની છે, અને IPOથી લગભગ 22.14 કરોડ શેર વેચવામાં આવશે.

LIC IPOમાં એપ્લાઈ સમયે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી
IPOમાં એપ્લાઈ કરવા સમયે રિટેલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં ત્રણ ઓપ્શન મળશે, જેની પસંદગી યોગ્ય રીતે કરવી જરૂરી છે.

ઓપ્શન-1: ન્યૂ (NEW)
જો તમે LIC પોલિસી હોલ્ડર્સ નથી એટલે કે તમારી પાસે LICની પોલિસી નથી કે તમે LICના કર્મચારી પણ નથી તો તમારે સામાન્ય કેટેગરી એટલે કે NEW પસંદ કરવું પડશે. આ કેટેગરીમાં એપ્લાઈ કરવાથી એક લોટ IPO માટે તમારે અપર પ્રાઈઝ બેન્ડ મુજબ કુલ 14,235 રૂપિયા ચુકવવા પડશે.

ઓપ્શન-2: પોલિસી હોલ્ડર્સ (POLICY HOLDER)
જો તમે LIC પોલિસી ધારક છો પોલિસી હોલ્ડર કેટેગરીની પસંદગી કરો. આ કેટેગરી પસંદ કરવાથી તમને IPOમાં 10 ટકા અનામત મળશે. આ ઉપરાંત પોલિસી ધારકોને IPOમાં પ્રતિ શેર 60 રૂપિયાની છૂટ મળશે.

ઓપ્શન-3: કર્મચારી (EMPLOYEE)
આ રીતે જો તમે LICના કર્મચારી છો તો પછી તમારે Employee કેટેગરી પર ક્લિક કરવાનું રહેશે. LICના કર્મચારીઓને આ IPOમાં એપ્લાઈ કરવા પર 45 રૂપિયા પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ મળશે.

IPOથી સરકાર માત્ર 3.5 ટકા ભાગીદારી વેચી 21 હજાર કરોડ રૂપિયા એકઠાં કરશે
આ IPOથી સરકાર પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે અને 21 હજાર કરોડ રૂપિયા એકઠાં કરશે. આ રીતે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો IPO બનશે. સરકારે નાણાકીય વર્ષ 2022-23માં ડિસ્ઈન્વેસ્ટમેન્ટથી 65 હજાર કરોડ રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

Back to top button