ઉત્તર ગુજરાતગુજરાત

વડગામ તાલુકાના ૩ યુવાનોનું સ્ટાર્ટ અપ : મગરવાડામાં મોજીલા ડેરી માર્ટનો શુભારંભ

Text To Speech

પાલનપુર : વડગામ તાલુકાના 3 યુવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના હેઠળ મગરવાડા ખાતે મોજીલા ડેરી માર્ટનો પ્રારંભ કરીને અન્ય યુવાનોને પ્રેરણા મળે તેવું ઉમદા કાર્ય કર્યું છે. આજે મગરવાડા પધારેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે મોજીલા ડેરી માર્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

શુભારંભ-humdekhengenews
વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે કરાયો શુભારંભ

મોજીલા ડેરીના સંચાલક પરેશ ભૂતડીયાના આ સાહસ બદલ અધ્યક્ષ એ કચ્છની શાલ ઓઢાડી આ યુવાનનું સન્માન કરી ઉત્તરોત્તર પ્રગતિનો સોપાનો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા આ વિસ્તારના લોકોની સુખ- સમૃધ્ધિ અને આવક વધારવાના ઉદ્દેશ્યથી વડગામ તાલુકાના 3 નવયુવાનો પરેશ ભૂતડીયા, પ્રકાશ પટેલ અને ગોવિંદ ચૌધરીએ મોજીલા ડેરી પ્રોડક્ટ બનાવીને બજારમાં મુકવાની નવતર પહેલ કરી છે. દિવાળીના તહેવારોની હવે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે દૂધની પ્રોડક્ટોમાં પેંડા, મીઠાઇ, બદામશેક, લસ્સી, આઇસક્રીમ સહિત અન્ય દૂધની વસ્તુઓના વેચાણની શરૂઆત કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીના સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાથી ડેરી ઉદ્યોગની શરૂઆત કરી

મોજીલા ડેરી માર્ટના સંચાલક પરેશ ભૂતડીયાએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્ટાર્ટ અપ યોજના શરૂ કરવા યુવાનોને હાકલ કરી છે. આ યોજના હેઠળ અમે એન.એ. કરેલી ન હોય તેવી જગ્યામાં પણ અમે ધંધો કરી શકીએ છીએ.

વડાપ્રધાનના સપના મુજબના ભારતના નિર્માણ માટે આજે વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે અને માણિભદ્ર વીર મંદિરના સંતશ્રી વિજયસોમજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં ડેરી માર્ટની શરૂઆત કરવામાં આવી છે ત્યારે હર્ષની લાગણી અનુભવી છીએ. જે અમારા માટે ખુબ ગૌરવ અને આનંદનો અવસર છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે

Back to top button