અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

તૈયારીઓ શરૂ કરો તમારે ચૂંટણી લડવાની છે, કોંગ્રેસે ફરી ગુજરાતના ઉમેદવારોને ફોન કર્યાં

અમદાવાદ, 20 માર્ચ 2024, લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી પર આખરી મ્હોર મારવાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યારસુધીમાં 22 ઉમેદવારો જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવાર જાહેર કર્યા છે. તેમજ આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કર્યા છે. આજે કોંગ્રેસ ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી શકે છે. ત્યારે ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસના 7 ઉમેદવારો નક્કી હોય તેવું રાજકીય સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. દાહોદમાં પ્રભાબેન તાવિયાળ, ખેડામાં કાળુસિંહ ડાભી, પાટણમાં ચંદનજીનું નામ નક્કી છે. સાતેય સંભવિત ઉમેદવારોને ફોન કરી પ્રચાર કામમાં લાગી જવા હાઈકમાન્ડે સૂચના આપી હોવાનું સૂત્રો કહે છે.

કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે
ગુજરાતની અન્ય બેઠકો માટે કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે. અગાઉ ગુજરાતની 7 બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.7 બેઠક પૈકી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે. છોટા ઉદેપુરથી પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, સાબરકાંઠાથી ધારાસભ્ય તુષાર ચૌધરી, દાહોદથી પ્રભાબેન તાવિયાડ, આણંદથી ધારાસભ્ય અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, પાટણથી ચંદનજી ઠાકોર, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને કોંગ્રેસે ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા જણાવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

મુમતાઝ પટેલના નામથી રાજકારણ ગરમાયું
નવસારી માટે પાટીલ સામે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલનું નામ ચર્ચામાં આવતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા છે અને બેઠકોનો દોર શરૂ થયો છે. જોકે મુમતાઝ પટેલ નવસારી લોકસભામાં ચુંટણી ન લડે એવા પ્રયાસો પણ શરૂ થયા છે. નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, મુમતાઝ પટેલ સામે ઉજ્જવળ ભવિષ્ય છે, અહીંથી ચૂંટણી લડવી કે નહીં એ તેમણે વિચારવાનું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનના દિલ્હીના મોવડી મંડળને પણ સ્થાનિક સંગઠનના જ મજબૂત માણસને નવસારીથી ચુંટણી લડાવવા રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જો મુમતાઝ પટેલને ટિકિટ આપવામાં આવે, તો ખભેથી ખભે મળાવીને સી. આર. પાટીલને હરાવવા મજબૂતીથી લડીશું.

આ પણ વાંચોઃલોકસભા ચૂંટણીની 102 બેઠકો માટે નોમિનેશન શરૂ, પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પડ્યું

Back to top button