દ્વારકાધીશ મંદિરે ફૂલડોલ મહોત્સવને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હોળી ઉત્સવનો પ્રારંભ થયો છે. તેમજ 8 માર્ચ સુધી દરરોજ સવાર-સાંજ મહાઆરતી થશે. ભગવાનના સફેદ વસ્ત્ર્રો, સોના-ચાંદીના આભૂષણોમાં સજ્જ થઇ બન્ને હાથ પર પિચકારી છે. અબીલ-ગુલાલની પોટલીઓ બાંધવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાધીશમાં 8મી માર્ચે ફૂલડોલ મહોત્સવને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અનેરી આસ્થા અને લાગણી સાથે આ ઉત્સવ ઉજવવા માટે લાખો પદયાત્રીઓ ભાગ લેવાના છે.
આ પણ વાંચો: ભારતીય મૂળના મહિલાનો પાવર, કેલિફોર્નિયામાં વિધાનસભાની ચૂંટણી લડશે દર્શના પટેલ
પદયાત્રીઓનો પ્રવાહ આવવાનો શરૂ થઇ ગયો
અત્યારથી જ પદયાત્રીઓનો પ્રવાહ આવવાનો શરૂ થઇ ગયો છે. દરમિયાન અહી હોળી ઉત્સવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જ્યાં કાળિયા ઠાકોરના અબીલ- ગુલાલની છોળો સાથે વધામણા થયા હતા. ભગવાન શ્રીકૃષ્ણનું અનેરું સ્વરૂપ કાળિયા ઠાકોરરૂપે દ્વારકાધીશમાં બિરાજે છે ત્યારે અહી દર વર્ષની જેમ ધૂળેટીએ ફૂલડોલ મહોત્સવનું આયોજન કરાયું છે. 8મી માર્ચે ધાર્મિક મહોત્સવ યોજાવાનો છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. દરમિયાન હોળાષ્ટક બેસતા જ હોળી ઉત્સવનો પ્રારંભ થયો હતો. 7 માર્ચના ફગણ સુદ પૂનમ સુધી ઠાકોરજીને સવારે 10.45 વાગ્યે શણગાર આરતી, 7.45 વાગ્યે સંધ્યા આરતી દરમિયાન અબીલ- ગુલાલની છોળો ઉડશે.
આ પણ વાંચો: ગુજરાત: 20 હજાર કરોડના કૌભાંડો પછી પણ સરકારી કંપની GSPC ઠપ થઇ
ભક્તો ઉપર આશીર્વાદરૂપે અબીલ- ગુલાલની છોળો ઉડે
હોળાષ્ટક દરમિયાન કાળિયા ઠાકોર સફેદ વસ્ત્ર્રો અને સોના-ચાંદીના આભૂષણ ધારણ કરે છે. ચાંદીની પિચકારી અને અબીલ- ગુલાલની મોટી પોટલીઓ શ્રીજીના હાથોમાં બાંધવામાં આવી છે. જેમાંથી આરતી દરમિયાન સભાખંડની અંદર અને બહાર ભક્તો ઉપર આશીર્વાદરૂપે અબીલ- ગુલાલની છોળો ઉડે છે. જે ઉત્સવની ઉજવણી વસંત પંચમીથી જ થાય છે. ભગવાનના બંને ગાલો પર પૂજારી દ્વારા અબીલ-ગુલાલના ટપકા કરી વસંત ઉત્સવ ઉજવાય છે અને તે બાદ હવે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઈમ્પેક્ટ ફીના કાયદામાં સરકાર ઈચ્છશે તેમ મુદતમાં વધારો કરશે!
ભોજન, ચા-પાણી અને રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ
હવે તા.8 માર્ચ સુધી સવાર અને સાંજે મહાઆરતીમાં ભગવાનને ગુલાલના રંગોથી સજાવવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના સંગાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગરથી પદયાત્રીઓનો પ્રવાહ આવવાનો શરુ થઇ ગયો છે. હાલરના માર્ગો પર 400 જેટલા કેમ્પ કાર્યરત થઇ ગયા છે. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા-પાણી અને રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે.