ગુજરાત

સોમનાથમાં વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગ આવતા દરેક શ્રદ્ધળુને મળશે નિઃશુલ્ક ભોજનની સગવડ

Text To Speech

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ નમાવવા આવનાર કોઈપણ ભક્ત હવે ભૂખ્યા પેટે નહિ જાય. સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રતિવર્ષ સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વિદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે.

સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશ-વિદેશના કરોડો ભક્તોને હવે સોમનાથ ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપશે

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, યાત્રાધામ સોમનાથમાં બારે માસ ભાવિકોનો ધસારો રહે છે. ત્યારે તહેવારોમાં અનેક ભાવિકોને ઊંચા ભાવે પણ ગુણવત્તાયુક્ત ભોજન મેળવવા સમસ્યા પડતી હોય છે. સાથે ખાનગી હોટેલોમાં ભારે પૈસા ચુકવવા દરેક ભક્ત સક્ષમ પણ નથી હોતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટની દિલ્હી ખાતે મળેલી બેઠકમાં અમિત શાહ, નરેન્દ્ર મોદી, એલકે અડવાણી સહીતના ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો કે સોમનાથમાં આવતાં તમામ ભાવિકોને વિના મુલ્યે ભોજન મળશે. ત્યારથી જ આ નિઃશુલ્ક અન્નક્ષેત્ર શરૂ કરાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના ટ્રસ્ટીઓના નિ:શુલ્ક ભોજનાલયને મોટા પ્રમાણમાં લઈ જવાના નિર્ણયને શિવભકતો વધાવી રહ્યા છે.

આ અન્નક્ષેત્રમાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભોજનાલય ભલે જ નિ:શુલ્ક હોય પરંતુ સન્માનની સાથે અને સુવિધા સભર બેઠક વ્યવસ્થામાં ભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. આ ભોજનમાં બે પ્રકારના શાક દાળ ભાત રોટલી અને વિશેષ દિવસોમાં મિષ્ટાનની વ્યવસ્થા રખાય છે.

સવારે અને રાત્રે બંને સમયે આ ભોજનાલય પ્રસાદ ગ્રહણ કરતા ભક્તોથી ભરેલું જોવા મળે છે. ત્યારે સોમનાથ આવતા મધ્યમ વર્ગીય લોકોને પણ પ્રશ્ન આ નિર્ણયથી ઘણો આર્થિક લાભ થયો છે અને તેમની મુસાફરી ખૂબ જ ઓછી ખર્ચાળ બની છે.

આ અન્નક્ષેત્રમાં તમામ ભક્તો કોઈપણ ભેદભાવ વગર એકસાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 

Back to top button