ટ્રેન્ડિંગધર્મ

ચાતુર્માસ શરૂઃ પાંચ મહિના ખાસ અપનાવજો આ નિયમો

  • ચાતુર્માસ અષાઢની એકાદશીથી કારતકની એકાદશી સુધી ચાલશે
  • આ વખતે અધિક માસના કારણે પાંચ મહિનાના છે ચાતુર્માસ
  • ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી થાય છે પ્રસન્ન

દેવશયની એકાદશીને પદ્મા એકાદશી, પ્રબોધિની એકાદશી, અષાઢી એકાદશી અને હરિશયની એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે. આ ચાર મહિનાનો સમય ચાતુર્માસ પણ કહેવાય છે. આ દરમિયાન કોઇ પણ શુભ કે માંગલિક કાર્યો થઇ શકતા નથી.

ચાતુર્માસ ચાર મહિનાનો હોય છે. જોકે આ વખતે અધિક માસ (પુરુષોત્તમ માસ)ના કારણે પાંચ મહિનાનો હશે. આ પાંચ મહિના સુધી લગ્નો, મુંડન કે ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત હશે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ ચાતુર્માસમાં પૃથ્વી લોકની જવાબદારી ભગવાન શિવ પર હોય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે. ભક્તો ઉપર તેમની કૃપા વરસે છે.

ચાતુર્માસ શરૂઃ ખાસ અપનાવજો આ નિયમો hum dekhenge news

ચાતુર્માસના આ છે નિયમો

જપ, તપ, સાધના અને શુભ કાર્યો માટે ચાતુર્માસનો સમય અનુકુળ રહે છે. આ દરમિયાન વ્યક્તિની શારિરીક અને માનસિક સ્થિતિ સારી રહે છે. આ સમય દરમિયાન વાતાવરણ પણ સારુ હોય છે. ચાતુર્માસના સ્વામી ભગવાન વિષ્ણુ છે. તેથી આપણે આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ચાતુર્માસ અષાઢ મહિનાની એકાદશીથી શરૂ થઇને કારતક મહિનાની એકાદશીએ ખતમ થાય છે. ચાતુર્માસમાં શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનો આવે છે. આ માસ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવુ આવશ્યક છે. આ દરમિયાન જમીન પર સુવુ જોઇએ અને સુર્યોદય પહેલા ઉઠવુ જોઇએ. આ નિયમોનું પાલન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે.

ખાણી પીણીના નિયમો અપનાવો

ચાતુર્માસમાં સાત્વિક ભોજન કરવુ જોઇએ. આ મહિનામાં કેટલીક વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ મહિનામાં સીઝન બદલાતી રહેતી હોવાથી શરીર અને આસપાસના તાપમાનમાં ચઢાવ ઉતારનો સામનો કરવો પડે છે. તેથી મસાલેદાર કે તામસિક ભોજનનો ત્યાગ કરવો. શ્રાવણ મહિનામાં શાક, ભાદરવામાં દહીં અને આસોમાં દુધ તેમજ કારતક મહિનામાં લસણ, ડુંગળી તેમજ દાળનો પ્રયોગ ન કરવો. બની શકે તો મીઠાનો ત્યાગ કરવો. સિંધાલુન વાપરી શકો છો. શક્ય હોય તો એકટાણુ કરો.

આ પણ વાંચોઃ ટામેટાના ભાવ થયા લાલઘુમ, ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત

Back to top button