ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમરનાથ યાત્રાનો પ્રારંભ; કડક સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓથી સજ્જ, જાણો શું ખાસ

Text To Speech

અમરનાથ યાત્રાનો પ્રારંભ; આજથી એટલે 1 જૂલાઇથી કડક સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. 3488 યાત્રીઓની પ્રથમ ટુકડી બેઝ કેમ્પથી રવાના થઈ છે. અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભક્તો પહેલગામ અને બાલતાલ થઈને ગુફા તરફ આગળ વધી રહ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને બંને માર્ગો પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે બાબાની ગુફા 3880 મીટરની ઉંચાઈ પર સ્થિત છે અને આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે.

60 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત
ગૃહ મંત્રાલયે અમરનાથ માટે 40,000 વધારાના CRPF જવાનોને તૈનાત કર્યા છે. યાત્રા માટે સ્થાનિક પોલીસ દળ ઉપરાંત 60,000 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. તેઓ માત્ર પ્રવાસની સુરક્ષા માટે જ લગાવવામાં આવ્યા છે. વામાનને જોતા વહીવટીતંત્રે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો પણ તૈનાત કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે
રસ્તામાં અનેક જગ્યાએ લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણી દુકાનો પણ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત તબીબોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે બસ સેવા અને એટીએમની પણ કાળજી લીધી છે અને તેના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા પર જઈ રહેલા યાત્રિકોને રસ્તામાં ખાવા-પીવાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે 100થી વધુ સ્થળોએ લંગરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંદરબલના ડેપ્યુટી કમિશનર શ્યામબીરે કહ્યું કે આજે અમે અહીંથી મુસાફરોની પ્રથમ બેચ મોકલી રહ્યા છીએ. હું દરેકને સુખદ પ્રવાસની શુભેચ્છા પાઠવું છું. મુસાફરોને તમામ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. અત્યારે લગભગ 7,000 થી 8,000 યાત્રી છે. નોંધણી હજુ ચાલુ છે. અમારા સ્વયંસેવકો મદદ કરવા માટે દરેક જગ્યાએ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને જીપીએસ દ્વારા યાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. દરેક મુસાફર પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ, સીઆરપીએફ, આર્મી, બીએસએફ અને એસએબીસીના જવાનો દરેક જગ્યાએ તૈનાત છે. દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો-મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માતમાં 26 લોકો બળીને ભળથું, PM મોદીએ વ્યક્ત કર્યું દુ: ખ

Back to top button