ટોપ ન્યૂઝનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

5G યુગનો પ્રારંભ : વડાપ્રધાન મોદીએ શરૂ કરાવી સેવા

Text To Speech

દેશમાં લાંબા સમયથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે નવા યુગની શરૂ થવા જઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ-2022’ના ઉદ્ઘાટન પ્રસંગે ઔપચારિક રીતે 5G ઈન્ટરનેટ લોન્ચ કરશે. માત્ર થોડા કલાકોમાં, 4G થી અપગ્રેડ કર્યા પછી, 5G સેવા સુધી પહોંચીશું. આ સાથે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ પણ શરૂ થઈ રહી છે

વડાપ્રધાન મોદી દ્વારા 5Gની શરૂઆત કર્યા બાદ આજથી દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2023 સુધીમાં આ સેવાને સમગ્ર દેશમાં વિસ્તારવાની યોજના છે. 5G સેવા શરૂ કરતા પહેલા, PM મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારતીય મોબાઈલ કોંગ્રેસ (IMC)ની છઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ પીએમ મોદીને 5જી સેવાઓ વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો : 5G આવે ત્યારે તમારે નવો ફોન અને સિમ ખરીદવું પડશે? જાણો 10 મહત્વના પ્રશ્નોના જવાબ

Jio, Vodafone અને Airtel લાઈવ ડેમો આપશે

  • ભારતમાં 5G ટેક્નોલોજીની સંભવિતતા દર્શાવવા માટે, દેશના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટરો વડાપ્રધાન સમક્ષ એક એખ યુઝ કેસનું ડેમોંસટ્રેશન કરશે. જ્યારે, પીએમ મોદી VR અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રીઅલ-ટાઇમમાં કામ પર દેખરેખ રાખવા માટે ડાયસથી લાઇવ ડેમો લેશે.
  • ડ્રોન આધારિત ખેતી, સ્વચાલિત માર્ગદર્શિત વાહનો, સ્માર્ટ એમ્બ્યુલન્સ, સ્માર્ટ-એગ્રી પ્રોગ્રામ્સ અને આરોગ્ય નિદાન જેવી બાબતોનું પણ વડાપ્રધાન સમક્ષ પ્રદર્શન કરવામાં આવશે.
  • રિલાયન્સ જિયો મુંબઈની એક શાળાના શિક્ષકને મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના ત્રણ અલગ-અલગ સ્થળોના વિદ્યાર્થીઓ સાથે જોડશે. આ દ્વારા જણાવવામાં આવશે કે કેવી રીતે 5G શિક્ષકોને વિદ્યાર્થીઓની નજીક લાવીને, તેમની વચ્ચેના ભૌતિક અંતરને દૂર કરીને શિક્ષણને સરળ બનાવશે.
  • એરટેલ તેના ડેમોમાં ઉત્તર પ્રદેશની એક વિદ્યાર્થીનીનો સમાવેશ કરશે. તે વિદ્યાર્થીને વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી સોલાર સિસ્ટમ વિશે શીખવવામાં આવશે. તે સ્ટુડન્ટ હોલોગ્રામ દ્વારા સ્ટેજ પર હાજર રહેશે અને પીએમ સાથે તેના શીખવાનો અનુભવ શેર કરશે.
  • વોડાફોન આઈડિયા દિલ્હી મેટ્રોની નિર્માણાધીન ટનલમાં કામદારોની સુરક્ષાનું ડાયસ પર ટનલના ‘ડિજિટલ ટ્વીન’ના નિર્માણ દ્વારા ડેમોંસ્ટ્રેશન કરશે. ડિજિટલ ટ્વીન રિમોટ લોકેશનથી કામદારોને રીઅલ-ટાઇમમાં સેફ્ટી એલર્ટ પ્રદાન કરવામાં મદદ કરશે.

શું નવુ હશે?

એવુ નથી કે 5G નેટવર્ક પર તમને માત્ર ઝડપી ઇન્ટરનેટ મળશે, આ સર્વિસનો એકમાત્ર પહેલુ છે. 5G નેટવર્ક પર તમને હાઇ સ્પીડ ડેટા સિવાય, સારી ટેલીકૉમ સર્વિસેસ અને કૉલ કનેક્ટિવિટી મળશે. નવા નેટવર્ક પર હાઇ સ્પીડ ડેટા સિવાય સારી કૉલ અને કનેક્ટિવિટી મળશે. કુલ મળીને આ નેટવર્ક પર તમને ટેલીકૉમ એક્સપીરિયન્સ સારૂ હશે.

Back to top button