ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુરુવારે રાત્રે આકાશમાં જોવા મળેલી હાર બંધ તારા જેવી કૃતિ UFO કે ધૂમકેતુ નહીં પણ ‘મસ્કના ઉપગ્રહ’, જાણો સત્ય

Text To Speech

ગુરુવારે રાજ્યના વિવિધ સ્થાનો પર આકાશમાં ઉપગ્રહ કે ફરતાં તારો જોવા મળ્યો હોવાની લોકોની વચ્ચે વાતો ઉડી હતી. જેમાં આકાશમાં તારા જેવી ટ્રેન દેખાઇ છે. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાઇ છે. આકાશમાં શું હતું તે અંગે લોકોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થયા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારે દ્રશ્યો જોવા મળ્યા હતાં.

01 starlink satellite Hum Dekhenge News

જેને લઈને અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. એકવાર લોકોમાં અફવા ફેલાઈ કે એલિયન્સ આવ્યા છે, તો કોઈએ કહ્યું કે આ ચીનનું કાવતરું છે. જો કે, જ્યારે આ રહસ્યમય અને તરતા પ્રકાશની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા એલોન મસ્કની કંપની SpaceX દ્વારા ભૂતકાળમાં છોડવામાં આવેલ ઈન્ટરનેટના સ્ટારનેટ ઉપગ્રહો હતા. જે વિવિધ દેશોમાં ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. એટલું જ નહીં તેઓ સમુદ્રના છેડાઓને પણ ક્નેક્ટ કરે છે.

આ દ્રશ્યો જોઇને ગ્રામજનો જ નહીં પણ શહેરી જનો પણ આશ્ચર્યચકિત થયા હતા. બે ત્રણ મિનિટ આકાશમાં લાલ કલરની લાઈન જોવા મળી હતી. જેના કારણે લોકો કુતૂહલ જોઈ અચંબિત થયા હતાં. આખરે આકાશમાં શું હતું તેને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો. આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાયા બાદ ગાંધીનગરના આકાશમાં પણ આકાશી કુતૂહલ જોવા મળ્યું છે.

આ પણ વાંચો : આજે 50 હજાર વર્ષ પછી ધૂમકેતુ દેખાયો, જાણો તેની ખાસ વાત અને જુઓ વીડિયો

એલોન મસ્કની SpaceX કંપનીના ઈન્ટરનેટ સ્ટારનેટ સેટેલાઈટ્સની લાઈન જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. માહિતીના અભાવે લોકોએ અફવાઓ ફેલાવી અને અટકળ વાતો શરૂ કરી દીધી હતી. લોકો મોબાઈલ લઈને વીડિયો બનાવવા લાગ્યા. કેટલાક તેને UFO સાથે જોડી રહ્યા હતા તો કેટલાક તેને દુશ્મન દેશનું જાસૂસી મશીન કહી રહ્યા હતા. જો કે, તેના વિશે સ્પષ્ટ માહિતીના અભાવે, લોકો કુતૂહલના કારણે કલાકો સુધી ચર્ચા કરતા રહ્યા.

Back to top button