ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

ટ્રેનના દરવાજે ઉભા રહી સ્ટાઈલ મારવું યુવતીને પડ્યું મોંઘુ, માંડમાંડ બચ્યો જીવ, જુઓ વીડિયો

Text To Speech

ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સ્ટંટ કરે છે અને સ્ટંટ કરતી વખતે પોતાનો જીવ પણ ગુમાવે છે. છોકરીઓ પણ સ્ટંટ કરવામાં કોઈથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક છોકરી ટ્રેનના દરવાજા પાસે ઊભી રહીને સ્ટંટ કરી રહી છે અને આ દરમિયાન તેનો સામનો સીધો જ યમરાજ સાથે થાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા લોકો ટ્રેનના દરવાજા પાસે ઉભા છે. આમાં એક છોકરી પણ સામેલ છે, જે સામેથી બીજી ટ્રેન પસાર થાય છે, ત્યારે પોતાનું માથું ટ્રેનની બહાર કાઢી સ્ટંટ કરી રીલ બનાવવાનો પ્રયાસ કરે છે. અચાનક છોકરીનો એક હાથ છૂટી જાય છે, અને ટ્રેનમાંથીનીચે પટ્કાય છે. પરંતુ સદનસીબે  તે બીજા હાથે ટ્રેનને પકડી રાખે છે.અને ટ્રેનમાં નીચે લટકી જાય છે. ત્યાં સુધીમાં ત્યાં ઉભેલા અન્ય લોકોએ તેને ખેંચીને બચાવી લીધી હતી. યુવતી જ્યારે ઊભી થઈ ત્યારે તેના ચહેરા પર મોતનો ડર સ્પષ્ટ દેખાતો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું કે, સ્ટંટ કરનારા લોકોએ આ વીડિયો ચોક્કસ જોવો જોઈએ. ઓછામાં ઓછું તે જોઈને તેઓ ડરી જશે. અન્ય એકે લખ્યું કે આવા વીડિયો મોટાભાગે ભારતીય લોકોના જ જોવા મળે છે, આખરે ભારતીય લોકોને શાંતિથી મુસાફરી કરવામાં શું સમસ્યા છે?

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આવા લોકોને બચાવ્યા પછી તેમને સારી રીતે મારવા જોઈએ. એકે લખ્યું કે તેમને બચાવવાની શું જરૂર હતી? એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે આ છોકરી મૃત્યુને સ્પર્શીને પાછી આવી છે. બીજાએ લખ્યું કે આ બાળકીના ચહેરા પર નજર નાખો, મૃત્યુનો ડર સ્પષ્ટ દેખાય છે.

આ વીડિયો @FAFO_TV નામના X એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, આ સમાચાર લખ્યા ત્યાં સુધી 60 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ મોટાભાગના લોકો તેને યુવતીની મૂર્ખતા ગણાવી રહ્યા છે.

Back to top button