ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

તિરુપતિથી લઈ વૈષ્ણોદેવી, જાણો ક્યારે ક્યારે બની નાસભાગની ઘટના

નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી, 2025ઃ આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બુધવારે વૈકુંઠ દ્વારના ટિકિટ કેન્દ્ર નજીક નાસભાગમાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્શન માટે ટોકન વહેંચતી વખતે ભાગદોડ થતા હતી. વૈકુંઠ દ્વાર સર્વદર્શનમ 10 દિવસ લાંબુ વિશેષ દર્શન છે. તિરુપતિ મંદિરમાં બનેલી ઘટના દેશમાં આવી એકમાત્ર ઘટના નથી.આવી ઘણી ઘટનાઓ બની છે.

હાથરસમાં સત્સંગ દરમિયાન ભાગદોડ

ઉત્તર પ્રદેશના હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે ભોલા બાબાના સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને પુરાવાના આધારે આયોજકોને દોષી ઠેરવ્યા હતા. આયોજકોએ હકીકતો છુપાવીને કાર્યક્રમની પરવાનગી લીધી હતી. તાલુકા સ્તરના અધિકારીઓએ આ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી ન હતી. SDMએ સ્થળનું નિરીક્ષણ કર્યા વિના પરવાનગી આપી હતી. આયોજકોએ નિર્ધારિત નિયમોનું પાલન કર્યું નહોતું, આયોજન સમિતિના લોકોએ અંધાધૂંધી સર્જી હતી. આયોજકોએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે બેરિકેડિંગ અથવા માર્ગો ઉભા કર્યા ન હતા.

2023માં ઇન્દોરમાં રામનવમીની ભાગદોડ

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પટેલ નગર સ્થિત શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં રામનવમી નિમિત્તે વાવની છત પડી ભાંગી હતી. આ ઘટનામાં 35 લોકોના મૃત્યુ થયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

2005માં મહારાષ્ટ્રના સતારામાં માંધરાદેવીમાં 300થી વધુ લોકોના મૃત્યુ

દર વર્ષે જાન્યુઆરીમાં મોટી સંખ્યામાં ભક્તો મહારાષ્ટ્રના સતારામાં મંદાર દેવીના મંદિરની મુલાકાત લે છે. 2005માં પણ ભક્તોએ જાન્યુઆરી મહિનામાં આ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં પહોંચવા માટે ટેકરી પર ચઢવું પડે છે. આ માટે 120 પગથિયાં બનાવવામાં આવ્યા છે. પરંપરા અનુસાર, યાત્રા 25 જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને લગભગ 3 લાખ ભક્તો યાત્રામાં જોડાવા માટે આવ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકોએ પણ ભાગ લીધો હતો. અહીં મચેલી નાસભાગમાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 250થી વધુ લોકોના મૃત્યુ

વર્ષ 2008માં રાજસ્થાનના ચામુંડા દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 250થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના નવરાત્રીના પહેલા દિવસે બની હતી. મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ જોધપુરની સરકારી હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી

હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં આગ લાગવાથી 146 લોકોના મૃત્યુ

વર્ષ 2008માં હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં થયેલી દુર્ઘટનામાં 146 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. મંદિરમાં ભાગદોડના સમયે પ્રાગણમાં 3000થી વધુ લોકો હાજર હતા.

વૈષ્ણોદેવી મંદિરમાં 12 લોકોના મૃત્યુ

1 જાન્યુઆરી, 2022ના રોજ વૈષ્ણોદેવી મંદિરમાં ભાગદોડમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. 1 જાન્યુઆરીના રોજ ક્ષમતા કરતાં વધુ લોકોના આગમનને કારણે મંદિરના પ્રગણામાં ભાગદોડ થઈ હતી.

આંધ્રપ્રદેશના રાજમુંદરી પુષ્કરમ ઉત્સવમાં 27 લોકોના મૃત્યુ

આંધ્રપ્રદેશમાં રાજમુંદરી પુષ્કરમ ઉત્સવ દરમિયાન હજારો લોકો ગોદાવરી નદીમાં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હરિદ્વારમાં ભાગદોડમાં  20 લોકોએ ગુમાવ્યા જીવ

વર્ષ 2011માં હરિદ્વારમાં ગાયત્રી પરિવારના યજ્ઞ દરમિયાન ભાગદોડમાં 20 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ ગાયત્રી પરિવારના વડા પ્રણવ પંડ્યાએ આ ઘટના માટે નૈતિક જવાબદારી સ્વીકારી હતી અને આગળના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. તેમણે મૃતકના પરિવારને બે લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.

પટણાના ગાંધી મેદાનમાં ભાગદોડ 33ના મૃત્યુ

બિહારના પટણામાં રાવણ દહન દરમિયાન ભાગદોડમાં 33 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના 2014માં બની હતી. આ ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા બિહાર સરકારે મૃતકના પરિવારને ત્રણ લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 50-50 હજાર અને સામાન્ય રીતે ઇજાગ્રસ્તોને 20-20 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ મક્કામાં કુદરતનો કહેર, ભારે વરસાદથી ચારેબાજુ તબાહી, જૂઓ વીડિયો

Back to top button