ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાનમાં રાશન વિતરણ દરમિયાન ભાગદોડ, 11 લોકોના મોત

Text To Speech

પાકિસ્તાનના કરાચીમાં મફત રાશનને લઈને નાસભાગ મચી ગઈ હતી. ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. અનુમાન છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાચીના નોરિસ ચૌરંઘીની ડાઈંગ ફેક્ટરીની છે, જ્યાં રમઝાન દરમિયાન ગરીબોને મફત રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આમાં ડઝનેક લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં આઠ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાની પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે રાશન વિતરણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ, ત્યારપછી ભાગદોડ મચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં તમામ મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં 3 યુવતીઓનો પણ સમાવેશ થાય છે.

7 લોકોની ધરપકડ

આ અંગે પોલીસ અધિક્ષકે કહ્યું કે, ફેક્ટરી મેનેજમેન્ટે પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને મફત રાશનની જોગવાઈ વિશે જાણ કરી ન હતી, રાશન અને જકાતના વિતરણ અંગે કોઈ માહિતી આપી ન હતી, ફેક્ટરી સહિત 7 લોકો મેનેજરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ પૂર્ણ થયા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલના સમયમાં આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. લોકો પ્રાથમિક જરૂરિયાતો માટે તલપાપડ છે. આ પહેલા પણ પાકિસ્તાનથી લોટ અને ચોખા માટે નાસભાગના સમાચાર આવ્યા છે. કરાચીમાં મફત રાશન વિતરણ દરમિયાન થયેલી નાસભાગનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Back to top button