આ આદતોથી વૃદ્ધાવસ્થામાં પણ ટકી શકશે પુરુષોમાં સ્ટેમિના
- પુરુષોએ પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે
- હાર્ટ એટેક, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે
- પુરુષો પોતાના ડાયટમાં સંપુર્ણ અને અનપ્રોસેસ્ડ ફુડને સામેલ કરે
ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાનો સ્ટેમિના જાળવી રાખવો મુશ્કેલ કામ છે. સૌથી વધુ પુરુષો ઘર કરતા વધુ બહાર રહેવાના કારણે અને ખોટી આદતોના કારણે પોતાનો સ્ટેમિના ગુમાવી દે છે. એક્સપર્ટ્સ માને છે કે પુરુષોએ પોતાના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જાણો પુરુષોએ કઇ કઇ હેલ્ધી હેબિટ અપનાવવી જોઇએ.
મહિલાઓની જેમ પુરુષોમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન હોતા નથી, જે હ્દય કે અન્ય બીમારીથી બચાવવામાં મદદ કરે છે. તેથી હાર્ટ એટેક, મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઇ કોલેસ્ટ્રોલ, નસો બ્લોક થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે.
સંપુર્ણ આહાર લો
ડાયટમાં સંપુર્ણ અને અનપ્રોસેસ્ડ ફુડને સામેલ કરો. ભરપુર માત્રામાં ફળ, શાકભાજી, સાબુત અનાજ, લીન પ્રોટીન અને હેલ્ધી ફેટ લો. આ ખાદ્ય પદાર્થ આવશ્યક પોષક તત્વો, ફાઇબર અને એન્ટી ઓક્સિડન્ટ પ્રદાન કરે છે. જે સંપુર્ણ સ્વાસ્થ્યને વધારે છે.
પ્રોટીન વધારો
માંસપેશીઓને મજબૂત રાખવા માટે પ્રોટીન મહત્ત્વનું છે. દરેક ભોજનમા ફળો, દાળ, ગ્રીક યોગર્ટ, ટોફુ, બીન્સને સામેલ કરો. મસલ્સ સિંથેસિસ અને રિકવરી વધારવા માટે આખો દિવસ સંતુલિત માત્રામાં પ્રોટીન લેતા રહો.
નાસ્તો ન છોડો
તમારુ મેટાબોલિઝમ ફાસ્ટ કરવા માટે અને નિરંતર એનર્જી મેળવવા માટે દિવસની શરૂઆત સંતુલિત નાસ્તાથી કરો. ભુખ સંતોષવા અને ફોકસ વધારવા બ્રેકફાસ્ટમાં પ્રોટીન, સાબુત અનાજ, ફળો અને શાકભાજીનું મિક્સ્ચર સામેલ કરો.
હાઇડ્રેશન પર ધ્યાન આપો
આખો દિવસ પર્યાપ્ત પાણી પીને સારી રીતે હાઇડ્રેટેડ રહો. પાણી પાચન, મેટાબોલિઝમ અને શરીરના તમામ કાર્યો માટે આવશ્યક છે. તેની કમીથી તમારો સ્ટેમિના ઘટવા લાગે છે.
હેલ્ધી ફેટ્સ ન ભુલતા
તમારા આહારમાં હેલ્ધી ફેટ્સ જરૂર સામેલ કરો. તેના કારણે એચડીએલ કોલેસ્ટ્રોલ લેવલ વધારનાર જરૂરી ફેટી એસિડ મળે છે. તે ગુડ કોલેસ્ટ્રોલના કારણે એલડીએલ, વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ કન્ટ્રોલમાં રહે છે. એવોકાડો, નટ્સ, સીડ્સ અને ઓલિવ ઓઇલમાં હેલ્ધી ફેટ્સ હોય છે.
ભોજનનું પ્લાનિંગ કરી રાખો
તમારે તમારા ભોજનનું પ્લાનિંગ જાતે જ એડવાન્સમાં કરી લેવું જોઇએ. જેના કારણે ભુખ લાગવા પર અનહેલ્ધી ખાવાથી બચી શકાય. આ આદત તમને હેલ્ધી ફુડ ખાવા અને કન્ટ્રોલમાં ખાવાનું શીખવશે.
વધુ ખાવાથી બચો
વજનને કન્ટ્રોલમાં રાખવા માટે વધુ ખાવાથી બચો. ખાવાની પ્લેટ નાની રાખો, ભુખ લાગે ત્યારે જ ખાવ, સંતુલિત અને ઓછુ ખાવાથી મેદસ્વીતા દુર રહે છે. તે ડાયાબિટીસ અને હાર્ટડિસીઝનું કારણ બનતી હોય છે. ભુખ કરતા વધુ ક્યારેય ન ખાવ.
નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ કરો
ફિઝિકલ રુટિનમાં કાર્ડિઓ, સ્ટ્રેંથ ટ્રેનિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સર્સાઇઝ બેલેન્સનું મિક્સ્ચર રાખો. અઠવાડિયામાં કમ સે કમ 150 મિનિટ મોડરેટ-ઇન્ટેંસિટી એરોબિક એક્ટિવીટી કરવાનું લક્ષ્ય રાખો.
ઉંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ
સારા આરોગ્ય અને રિકવરી માટે જરૂરી ઉંઘ લો. દરેક રાતે 7-8 કલાકની ક્વોલિટી ઉંઘનું લક્ષ્ય રાખો. રિલેક્સેશન ટેકનિક, હોબી, ઇમોશન સપોર્ટ વગેરેથી સ્ટ્રેસ ઘટાડો.
આ પણ વાંચોઃ જિંદગીમાં કંઇક બનવુ હોય તો સુધારી લો પેરેન્ટ્સ સાથેના સંબંધો