ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપ દ્વારા નિરીક્ષકની નિમણૂકને લઈને મડાગાંઠ, જો નામ ફાઇનલ થયું તો પત્તુ કપાશે!

Text To Speech

બીજેપી દ્વારા નિરીક્ષકની નિમણૂકને લઈને મડાગાંઠ ચાલી રહી છે. કારણ કે અત્યાર સુધીનો બીજેપીનો ઇતિહાસ રહ્યો છે કે જેના નામ નિરીક્ષકની યાદી જાહેર થાય છે તેનું લગભગ પત્તુ કપાય છે. અને ટિકિટ માટે કામઠાન ના થાય તેના માટે બીજેપી અત્યાર સુધી નામ જાહેર નથી કરી રહી એવું પાર્ટીના સૂત્રો કહી રહ્યા છે. બીજેપી આમ તો શિષ્ટ બદ્ધ પાર્ટી માનવામાં આવે છે પરંતુ તેમને પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરવાની નોબત આવી ગઈ છે.

આ પણ વાંચો: PM મોદી 30 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ

છેલ્લી ઘડીએ નિરીક્ષકના નામ જાહેર કરવામાં આવશે

બીજેપી આગામી 27 થી 29 ઓક્ટોબર સુધી નિરીક્ષકને જે તે જિલ્લામાં મોકલશે. તેમના દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરંતુ હજી સુધી તેના નામ જાહેર થયા નથી. જે નામ 26 ઓક્ટોબર સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે તેની પાછળ કારણ એવું છે કે અત્યાર સુધી બીજેપીનો ઇતિહાસ રહ્યો છે કે જેના નામ નિરીક્ષકમાં આવે તેની ટિકિટ કપાય તેવી પુરી શક્યતા છે. અને જો અગાઉ નામ જાહેર કરે તો કમઠાણ થાય એ ના થાય તેના માટે બીજેપી છેલ્લી ઘડી સુધી નિરીક્ષકના નામ પર સસ્પેન્સ યથાવત રાખશે અને છેલ્લી ઘડીએ નિરીક્ષકના નામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં સિંગતેલના ભાવમાં ભડકો, ભાવ જાણી લાગશે આંચકો

એક સીટ પર 50થી વધારે દાવેદારી થશે

બીજેપીમાં સ્થિતિ પણ કપરી છે કારણ કે એક સીટ પર 50થી વધારે દાવેદારી થશે એવામાં કોને આપવી અને કોની ટિકિટ કાપવી તે પ્રશ્ન સર્જાશે. જેથી બીજેપી દ્વારા નિરીક્ષકોના નામ પર ભારે મનોમંથન કરવાની જરૂરિયાત ઉભી થશે. છેલ્લી ઘડી સુધી આ સ્થિતિ હોવાના કારણે બીજેપી નામ જાહેર કરતા ખચકાટ અનુભવે છે. તો આ નિરીક્ષકો નામ મેળવશે અને તેને પ્રદેશને સોંપશે જે બાદ પ્રદેશ દ્વારા સ્ક્રૂટિની કરી તેમાંથી કેટલાક નામ ફાઇનલ થશે એ બાદ તેને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપાશે જે બાદ 3 નામની પેનલ તૈયાર કરી તેને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે અને એ બાદ દિલ્હીથી નામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતમાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ, 4 આરોપી સાથે 60 લાખનું MD ડ્રગ્સ જપ્ત

ઉમેદવારની પસંદગી પણ ફૂંકી ફૂંકી કરવામાં આવશે

આમ બીજેપી દ્વારા પોતાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પરંતુ બીજેપી દ્વારા આગામી ચૂંટણી માટે મહિલા અને યુવાઓને વધારે પ્રાધાન્ય આપશે એવું માનવામાં આવી રહ્યું છે. તેનું કારણ એવું છે કે હાલમાં ઘણા ધારાસભ્યો એવા છે જે વર્ષોથી અડ્ડો જમાવી બેઠા છે તો ઘણા એવા પણ છે જેના સામે સ્થાનિક સ્તર પર ભારે વિરોધ છે. જેથી ઉમેદવારની પસંદગી પણ ફૂંકી ફૂંકી કરવામાં આવશે.

Back to top button