ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મેક્સિકોમાં રાજકીય રેલી દરમિયાન સ્ટેજ તૂટી પડ્યું, નવ લોકો માર્યા ગયા; જુઓ વીડિયો

Text To Speech
  • સ્ટેજ પવનના ઝાપટાને કારણે તૂટી પડ્યું હતું: પાર્ટી પ્રમુખપદના ઉમેદવાર

મેક્સિકો,23 મે: મેક્સિકોમાં હાલમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. દેશમાં 2 જૂને મતદાન થવાનું છે, જેના માટે તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે ન્યુવો લિયોન રાજ્યના સૈન પેડ્રો ગાર્ઝા ગાર્સિયા શહેરમાં બુધવારે સાંજે સિવિક મૂવમેન્ટ પાર્ટીની રેલી દરમિયાન સ્ટેજ તૂટી પડતાં ઓછામાં ઓછા નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય લોકો ઘાયલ થયાં હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર જોર્જ અલ્વારેઝ મેનેઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, સાન પેડ્રો ગાર્ઝા ગાર્સિયા શહેરમાં આયોજિત કાર્યક્રમનું સ્ટેજ પવનના ઝાપટાને કારણે તૂટી પડ્યું હતું. અલ્વારેઝે વધુમાં કહ્યું હતું કે, સારવાર બાદ હવે તે ઠીક છે. જો કે તેની ટીમના ઘણા સભ્યોને ઈજા થઈ છે.

ન્યુવો લિયોન ગવર્નરે લોકોને ઘરની અંદર રહેવા ચેતવણી આપી

 

બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડિયોમાં, ન્યુવો લિયોન ગવર્નર સેમ્યુઅલ ગાર્સિયાએ આ અકસ્માતનો ઉલ્લેખ કર્યો અને વિસ્તારના મજબૂત વાવાઝોડાની વચ્ચે રહેવાસીઓને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી હતી.

 

2 જૂનના રોજ થવાનું છે મતદાન

આ ઘટના મેક્સિકોમાં મતદાનના થોડા દિવસ પહેલા બની હતી. આ દુર્ઘટના બાદ સિટીઝન મુવમેન્ટ પાર્ટીની તમામ ચૂંટણી સભાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે, દેશમાં 2 જૂને નવી સરકાર માટે મતદાન થવાનું છે.

આ પણ જુઓ: USમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ જોવા મળ્યો, મિશિગન હેલ્થ ડિપાર્ટમેન્ટે લોકોને કર્યા એલર્ટ

Back to top button