ટોપ ન્યૂઝવર્લ્ડ

કેનેડામાં લોહિયાળ જંગ, 10 લોકોના ઘટનાસ્થળે જ મોત, 15 ઘાયલ

Text To Speech

કેનેડાથી ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. લોકો પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 10 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીઓની શોધખોળમાં દરોડા પાડીને બે શંકાસ્પદ આરોપીઓની તસવીરો પણ જાહેર કરી છે.

કેનેડામાં લોહિયાળ જંગ 

આ ઘટના કેનેડાના સાસ્કાચેવાન પ્રાંતની છે. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર હુમલો પ્રાંતમાં અલગ-અલગ સ્થળોએ થયો હતો જ્યારે હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હતો.પોલીસનું કહેવું છે કે છરીના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હુમલામાં 10ના મોત, 15 ઘાયલ 

ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે કરવામાં આવી છે. તેમને શોધવા માટે રાજ્યભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંને હજુ છુપાયેલા છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે શકમંદોના ઈરાદા શું હતા.

વડાપ્રધાન ટ્રુડોએ વ્યક્ત કર્યું દુખ 

બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલાને ભયાનક ગણાવ્યો છે. ટ્રુડોએ કહ્યું કે હું એ લોકો માટે ચિંતિત છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ આ હુમલામાં ઘાયલ થયા છે. બીજી તરફ સાસ્કાચેવાનની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે સલામત આશ્રયસ્થાનો છોડશો નહીં અને સાવચેતી તરીકે કોઈને પણ તમારા ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપશો નહીં.

વાહનચાલકોને આપી ચેતવણી 

આ હુમલા બાદ દેશમાં પોલીસે વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ લગાવી છે અને મુલાકાતીઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વાહન ચાલકોને બિનજરૂરી રીતે કોઈને લિફ્ટ ન આપવા વિનંતી કરી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

Back to top button