ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત શહેરમાં ST વિભાગે નવી 40 બસ શરૂ,ગૃહરાજ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ આપી લીલીઝંડી

Text To Speech

સુરત શહેરમાં ST વિભાગ દ્વારા 40 નવી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ આ નવી બસને લીલી ઝંડી આપી હતી અને સાથે નવીન એસટી બસમાં મુસાફરી પણ કરી હતી આ મુસાફરી દરમિયાન ગૃહ રાજ્યમંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં ST વિભાગ દ્વારા 40 નવી બસની સુવિધા શરૂ કરાઈ

સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપવામા આવી છે. સુરત શહેરમાં ST વિભાગ દ્વારા 40 નવી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ બસો શરુ થતા સૌરાષ્ટ્રવાસીઓને મુસાફરી માટે મોટો ફાયદો થશે.

મુસાફરી દરમિયાન બસમાં ગીતોની મહેફિલ ચાલી

બસને લીલી ઝંડી આપ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ધારાસભ્ય કોર્પોરેટરો સહિતના આગેવાનોએ બસમાં મુસાફરી કરી હતી અને આ મુસાફરી દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત શિક્ષણમંત્રી, ધારાસભ્યઓએ હિન્દી ફિલ્મોના ગીતો ગાઈ મજા માણી છે. બસમાં મુસાફરી બાદ એક તેઓએ હોટેલ પર બસ રોકી ચાની પણ ચુસકી મારી હતી.

આવનારા અઠવાડિયામાં બીજી 40 બસ શરૂ કરાશે : હર્ષ સંઘવી

આ દરમિયાન મીડિયાને સંબાધતા હર્ષ સંઘવીઓ જણાવ્યું હતુ કે ” સુરતમાં 40 બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવાઈ છે, અત્યાર સુધીમાં 400 બસોનું લોકાર્પણ થયું છે તેમજ આવનારા અઠવાડિયામાં બીજી 40 બસ શરૂ કરાશે, આવનારા વર્ષમાં 2 હજાર નવી બસો શરૂ કરાશે”.

આ પણ વાંચો : આબુ-અંબાજી રોડ પર બસ પર પથ્થરમારાની ઘટના, બસના આગળના કાચનો કડુસલો બોલી ગયો

Back to top button