ગુજરાતટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગરમાં ST બસ પલટી, 40 પેસેન્જર ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

Text To Speech
  • જૂનાગઢ – દિયોદર જતી ST બસને નડ્યો અકસ્માત
  • ST બસ ચાલકને ઝોકું આવી જતા બસ પલટી ખાડામાં ઉતરી
  • ST બસમાં ઓવરલોડ પેસેજર હોવાનું પણ આવ્યું સામે

સુરેન્દ્રનગરમાં ST બસ પલટી છે. જેમાં 40 પેસેન્જર ઈજાગ્રસ્ત થયા અને 2 લોકોની હાલત ગંભીર છે. જૂનાગઢ – દિયોદર જતી ST બસને અકસ્માત નડ્યો હતો. તેમાં ST બસ ચાલકને ઝોકું આવી જતા બસ પલટી ખાડામાં ઉતરી હતી. તેમજ ST બસમાં ઓવરલોડ પેસેજર હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં આ વિસ્તારો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની કરી આગાહી 

જૂનાગઢ – દિયોદર જતી ST બસને નડ્યો અકસ્માત

ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે ખસેડાયા છે. તેમજ ST બસમાં ઓવરલોડ પેસેજર હોવાનું પણ સામે આવ્યું છે. સુરેન્દ્રનગરમાં સલામત સવારી એસટી એ પલ્ટી મારી છે. તેમાં 40 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તથા 2 ની હાલત ગંભીર છે. દુધરેજથી અણીદ્રા નજીક એસ.ટી બસ ચાલકને ઝોકું આવી જતા બસ પલટી ખાઇને સાઇડના ખાડામાં ઉતરી ગઇ હતી. જેમાં અણીન્દ્રા ગામના લોકો દ્વારા તમામને બસમાંથી બહાર કાઢી 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મુસાફરોને ઇજાઓ નહોતી તેમને અન્ય બસ મારફતે આગળ રવાના કરાયા

અકસ્માત થતા મેડિકલ કોલેજમાં જિલ્લા કલેકટર કે.સી.સંપત અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પહોંચ્યા છે. તેમજ તમામ ઇજાગ્રસ્તને ઝડપી સારવાર માટે કલેકટર અને ધારાસભ્યએ સુચનાઓ આપી છે. અકસ્માતમાં તાલીમ લેતા પોલીસ કર્મીઓ સહિતના મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ એસ.ટી બસમાં ઓવરલોડ પેસેજર હોવાનું પણ સામે આવ્યું છે.
જે મુસાફરોને ઇજાઓ નહોતી તેમને અન્ય બસ મારફતે આગળ રવાના કરાયા છે.

Back to top button