ગુજરાતટોપ ન્યૂઝ

ધો. 9 થી 12 ના 25000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાશે

Text To Speech

રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પરીક્ષાના આધારે મેરિટમાં આવનાર 25 હજાર વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 માં વાર્ષિક રૂ. 20,000 અને ધોરણ 11-12માં વાર્ષિક રૂ. 25,000 શિષ્યવૃત્તિની સહાય આપવામાં આવશે.9 - Humedekhengenews કેન્દ્ર સરકારના રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. આ બાળકોને ધોરણ 1 થી 8 સુધી નિ:શુલ્ક ભણાવવામાં આવે છે પણ જ્યારે આ બાળકો ધોરણ 9 માં પ્રવેશ મેળવે છે ત્યારે તેમણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવા કિસ્સામાં વિદ્યાર્થી પોતાનો અભ્યાસ ન છોડે તે માટે સરકાર દ્વારા આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : 38 વર્ષીય વ્યક્તિને 6 વર્ષની ભત્રીજી પર બળાત્કાર અને હત્યા માટે કોર્ટે ફાંસીની સજા ફટકારી
9 - Humdekhengenews આ યોજના મુજબ જેમની ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 1.20 લાખ કરતાં ઓછી અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખથી ઓછી હોય તેવા બાળકો આ સહાયને પાત્ર રહેશે. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે 11 મી જૂનના રોજ પરીક્ષા લેવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 11 મી મે થી 26 મી મે સુધી ફોર્મ ભરી શકશે. પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

Back to top button