ધો. 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ, જાણો ફોર્મ ક્યાં કેવી રીતે ભરવું ?
અમદાવાદ, 22 ઓકટોબર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ વર્ષે ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીના અંતમાં યોજવામાં આવી રહી છે. દર વર્ષની સરખામણીએ આ વખતે બોર્ડની એક્ઝામ વહેલી લેવાઈ રહી છે. ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના ઓનલાઇન ફોર્મ ભરવા અંગેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અનુસાર 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી ઓલાઇન ફોર્મ ભરી શકાશે. ફેબ્રુઆરી -2025ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાવવાની છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માર્ચ માસના બીજા અઠવાડિયા કે માર્ચ માસના ત્રીજા અઠવાડિયામાં યોજાતી હોય છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાને લગતા ફોર્મ ભરાવાની તારીખો પણ જાહેર કરી દીધી છે. જે અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવા માટેની વિગતો અને તારીખો જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ 22 ઓક્ટોબરથી 30 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ભરી શકાશે.
CBSE બોર્ડની ધોરણ 10મી, 12મી બોર્ડ પરીક્ષા 2025માં ભાગ લેવા માટે તમામ વિદ્યાર્થીઓ માટે LOC હોવું ફરજિયાત છે. LOC એટલે કે ઉમેદવારોની યાદી CBSE બોર્ડ સાથે સંલગ્ન શાળાઓ દ્વારા ભરવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ધો. 10 અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી 2025થી યોજાનારી બોર્ડની જાહેર પરીક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે ઓનલાઈન 22 ઓક્ટોબર 2024થી 30 નવેમ્બર 2024 સુધી રાત્રે 12 વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.
વધુમાં જણાવ્યું છેકે, ધોરણ-10 તથા ધો. 12ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથ્થક, GSOS નિયમિત તથા GSOS રિપીટર) વિદ્યાર્થીઓના ફેબ્રુઆરી -2025ની બોર્ડની જાહેર પરીક્ષાના ફોર્મ ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.
આ પણ વાંચો…ગજબના ભેજબાજ: જે માણસ છે જ નહિ તેને મૃત બતાવી વીમા કંપની સાથે કરી લાખોની છેતરપિંડી