ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શ્રીનગરઃ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિક્રમ સંખ્યામાં કાશ્મીરીઓની હાજરી

Text To Speech
  • પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે બક્ષી સ્ટેડિયમ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી 
  • સમારોહમાં કશ્મીરી લોકો પરંપરાગત રીતે ગણતંત્ર દિવસની કરી ઉજવણી 

શ્રીનગર, 26 જાન્યુઆરી: શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં લોકોનું કીડિયારું ઉભરાયું હતું. લોકોની હાજરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો કારણ કે પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે ભીડ એકઠી થઈ હતી. પાછલા વર્ષોમાં, જ્યારે લોકોની આવા કાર્યક્રમમાં ઉપસ્થિતિ મર્યાદિત હતી અને સુરક્ષાના પગલાં તરીકે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ તેથી વિરુદ્ધ આ વર્ષના સમારોહમાં કશ્મીરી લોકોએ પરંપરાગત રીતે ઉજવણી કરી હતી કારણ કે ડિવિઝનલ કમિશનર કાશ્મીર વી.કે. બિધુરીએ આ કાર્યક્રમમાં હાજરી આપવા બધાને આમંત્રણ આપ્યું હતું.

 

 

 

 

લોકો કોઈપણ ડર વગર કાર્યક્રમનો આનંદ માણ્યો

પરેડના સાક્ષી બનવા માટે પુરુષો અને સ્ત્રીઓ સહિતના ઉત્સાહીઓ સ્ટેડિયમની બહાર લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા. આ દરમિયાન એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, “આ રાજ્ય(કેન્દ્રશાસિત પ્રદેશ) માટે તંદુરસ્ત સંકેત છે. લોકો કોઈપણ ડર વગર અહીં આવી રહ્યા છે. તેઓ કાર્યક્રમનો આનંદ માણી રહ્યા છે, ”

 

 

આ પણ જુઓ :દિવાળીબેન આહિરે ગાયેલું ગીત કર્તવ્ય પથ પર ગુંજી ઊઠ્યું

Back to top button