ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હવે કોંગ્રેસ પણ મજબૂત લડત આપવા માટે તૈયાર થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મિશન 2022 માટે કોંગ્રેસે પ્રચાર તેજ કર્યો છે. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત આવતીકાલથી કરશે.
કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં અંબાજી માતાના દર્શન કરીને પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. આવતીકાલે અંબાજી ખાતે કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જનસભા બાદ યુથ કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનો બંને નેતા પ્રારંભ કરાવશે. બનાસકાંઠા જિલ્લાના દાવેદારોની સુનાવણીમાં પણ બંને નેતાઓ ઉપસ્થિત રહેશે. તો હવે અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદીની જેમ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પણ ગુજરાત પ્રવાસનું આયોજન થઈ શકે છે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી નવરાત્રીમાં ગુજરાતમાં સભાઓ ગજવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં એસટી વિભાગના આંદોલનનો આવ્યો સુખદ અંત, સરકાર સાથેની બેઠક બાદ આંદોલન સમેટાયું