નેશનલ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે બે દિવસીય ભારત પ્રવાસે, આજે પીએમ મોદીને મળ્યા, જાણો શું થઈ વાતચીત ?

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે PMમોદીને મળ્યા
  • મોદીએ કહ્યું- મુશ્કેલ સમયમાં અમે શ્રીલંકાની સાથે છીએ
  • UPIના ઉપયોગ પર સમજુતી થઈ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે 2 દિવસના ભારત પ્રવાસે છે. જ્યાં તેમની સાથે શ્રીલંકાના પાંચ મંત્રીઓ પણ આવ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે વિક્રમસિંઘેની આ પ્રથમ ભારત મુલાકાત છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકારોએ ગરબા અને અન્ય પ્રસ્તુતિઓ સાથે શ્રીલંકાના મહેમાનોના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી. જે બાદ આજે તેઓ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જ્યાં તેમના ભવ્ય સ્વાગત બાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને ડેલિગેશન સ્તરની વાતચીત થઈ હતી. આ દરમિયાન શ્રીલંકામાં UPIના ઉપયોગને મામલે સમજૂતી થઈ હતી. વિક્રમસિંઘે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.

શ્રીલંકા સાથે ભારતના સંબંધો મહત્વપૂર્ણ અને બહુપક્ષીય

મહત્વનું છે કે,રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ ગણાવી છે. અને કહ્યું કે, શ્રીલંકા સાથે ભારતના સંબંધો મહત્વપૂર્ણ અને બહુપક્ષીય છે. સાથે જ તેમણે શ્રીલંકા અને ભારત વચ્ચે એર કનેક્ટિવિટી વધારવામાં આવશે. પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થશે. ઈલેક્ટ્રીસિટી ગ્રીડ પર કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ NSA અજીત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે કોલંબો પોર્ટને લઈને ચર્ચા થઈ હતી.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મોદીને મળ્યા-humdekhengenews

નાણાકીય કટોકટી પછી ભારતની પ્રથમ મુલાકાત

ગયા વર્ષે શ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ બળવો કરીને રાજપક્ષેની સરકારને ઉથલાવી દીધી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ દેશની કમાન સંભાળી. ખરેખરમાં, ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાનિલ જ રાષ્ટ્રપતિ રહેશે. આ કાર્યકાળ સપ્ટેમ્બર 2024 સુધીનો છે. શ્રીલંકામાં ભારતની મદદથી કરોડો રૂપિયાની કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને મોદી સાથે મળીને તેની સમીક્ષા કરી. કેટલાક પ્રોજેક્ટ એવા છે જે પૂર્ણ થયા છે. પાવર અને એનર્જી, કૃષિ અને નેવી સંરક્ષણ સંબંધિત બાબતો વધુ મહત્વ ધરાવે છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મોદીને મળ્યા-humdekhengenews

રૂપિયાને સામાન્ય ચલણ તરીકે બનાવવાની મંજૂરી

ભારતની મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે શ્રીલંકા ઈચ્છે છે કે, ભારતીય રૂપિયાનો પણ અમેરિકન ડોલર જેટલો જ ઉપયોગ થાય. તેમણે કહ્યું હતું કે જો રૂપિયાનો સામાન્ય ચલણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. આપણે જોવું પડશે કે આ પછી આપણે કયા જરૂરી ફેરફારો કરવા પડશે. જેમ જાપાન, કોરિયા અને ચીન સહિતના પૂર્વ એશિયાના દેશોએ 75 વર્ષ પહેલા મોટા પાયે વિકાસ કર્યો હતો, તે જ રીતે હવે ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રનો વારો છે. વિશ્વનો વિકાસ થઈ રહ્યો છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પણ ઝડપથી વિકાસ કરી રહ્યું છે.

 આ પણ વાંચો : ઉત્તરપ્રદેશ : ભાઈ બન્યો કસાઈ ! બહેનની હત્યા કરી 800 મીટર સુધી કપાયેલું માથું લઇને ફરતો રહ્યો

Back to top button