ટોપ ન્યૂઝનેશનલ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અડધી રાત્રે દેશ છોડી ભાગ્યા, આ દેશમાં લીધી શરણ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ તે બુધવારે સવારે શ્રીલંકાથી નીકળીને માલદીવ પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ બાબત છે કે રાષ્ટ્રપતિ આજ રોજ રાજીનામું આપવાના હતા. જો કે તે વચ્ચે ખબર સામે આવી છે કે તેઓએ શ્રીલંકા છોડી દીધું છે અને બીજા દેશમાં શરણ લીધી છે.

રાષ્ટ્રપતિ દેશ છોડી ભાગ્યા

મળતી માહિતી મુજબ રાજપક્ષે તેમની પત્ની અને બે અંગરક્ષક એંટોનોવ 32 સૈન્ય વિમાનમાં અન્ય ચાર યાત્રીઓ સવાર થઈને ભાગ્યા હતા. જેમણે શ્રીલંકાના મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ એરપોર્ટથી ઉડાન ભરી હતી. માલેમાં એરપોર્ટના એક અધિકારીએ કહ્યું હતું કે, માલદીવ પહોંચવા પર તેમણે પોલીસ સુરક્ષા અંતર્ગત તેમને એક ગુપ્ત જગ્યા પર રોકવામાં આવ્યા છે.

આ દેશમાં લીધી છે શરણ

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિને દેશમાં ધરપકડમાંથી મુક્તિ આપવામાં આવી છે. એવુ માનવામાં આવતુ હતુ કે રાજીનામુ આપતા પહેલા તેઓ વિદેશ જવા માંગતા હતા જેથી રાજીનામુ આપ્યા બાદ તેમની અટકાયત કરવામાં ન આવે. રાષ્ટ્રપતિ, તેમના પત્ની અને એક અંગરક્ષક સાથે એન્ટોનોવ 32 લશ્કરી વિમાનમાં શ્રીલંકાથી મુખ્ય આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી રવાના થયા. માલે એરપોર્ટના અધિકારીએ જણાવ્યુ કે માલદીવ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિને પોલીસ સુરક્ષા હેઠળ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

નેવીના એક ક્રાફ્ટમાં ભાગ્યા હોવાનું કહેવાયું

રાષ્ટ્રપતિના દેશ છોડીને જવાના સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે તેમની જાહેરાત અનુસાર આજે એટલે કે 13 જૂલાઈએ રાજીનામું આપવાનું છે. રાષ્ટ્રપતિ આવાસમાં પ્રદર્શનકારીઓ ઘુસ્યા બાદ રાજપક્ષેએ 13 જૂલાઈએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. હવે રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા હોવાના કારણે તેમના રાજીનામાને લઈને સવાલો થઈ રહ્યા છે. જો કે મંગળવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજપક્ષેએ ત્યાગપત્રમાં પોતાની સહી કરીને જ ભાગ્યા છે.

Back to top button