ટોપ ન્યૂઝનેશનલ

‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલો અમને સ્વીકાર્ય નથી’: PM મોદી

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે આજે PM મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ બંને દેશોએ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. અને બંને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. અને આ દ્વિપક્ષીય બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના PM સામે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો

વડાપ્રધાને અલગતાવાદીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થયેલા હુમલા અને અલગતાવાદી તત્વોની ગતિવિધિઓ અંગે અમે પહેલા પણ વાત કરી હતી અને આજે પણ વાત કરી છે. આવા તત્વોને તેમના વિચારો અને કાર્યોથી ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો બગાડવાની મંજૂરી આપી શકાય નહીં. હું વડા પ્રધાન અલ્બેનીઝને તેમણે લીધેલા પગલાં માટે આભાર માનું છું. આ સાથે તેમણે તે ખાતરી આપી છે કે ભવિષ્યમાં પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલોની ઘટનાઓ

તમને જણાવી દઈએ કે આ વર્ષે ખાલિસ્તાની અલગાવવાદીઓએ ઓસ્ટ્રેલિયામાં આવેલા ઘણા હિન્દુ મંદિરો઼ પર હુમલો કર્યો હતો. 4 માર્ચે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો કરવામા આવ્યો હતો. હુમલો કરવાની સાથે ખાલિસ્તાની અલગતાવાદીઓએ મંદિરની દિવાલો પર વાંધાજનક પેઇન્ટિંગ પણ કર્યું હતું. અને PM મોદીનું નામ અને ‘આતંકવાદ’, ‘શીખ 1984 હત્યાકાંડ’ જેવા શબ્દો લખ્યા હતા.આમ ઓસ્ટ્રેલિયામાં અનેક વખત ખાલિસ્તાની અલગાવવાદીઓ દ્વારા મંદિરો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી છે. જેને લઈને PM મોદીએ ખાલિસ્તાની અલગાવવાદીઓને ચેતવણી આપી છે.

 આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત  

Back to top button