વર્લ્ડ

શ્રીલંકા પોતાની સૈન્ય તાકાતમાં કરશે ઘટાડો, જાણો શું છે ઉદ્દેશ્ય

Text To Speech

આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાએ જાહેરાત કરી છે કે તે ટેકનિકલી અને વ્યૂહાત્મક રીતે મજબૂત અને સંતુલિત સંરક્ષણ દળ બનાવવા માટે વર્ષ 2030 સુધીમાં સેનાની વર્તમાન તાકાત અડધી કરી દેશે. 2023ના બજેટમાં આરોગ્ય અને શિક્ષણની સરખામણીમાં સૈન્ય ખર્ચ માટે વધુ ફાળવણીની ટીકા વચ્ચે શ્રીલંકાની સરકારે આ જાહેરાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં સૈન્ય તાકાત ઘટાડીને 100,000 કરવામાં આવશે, જ્યારે હાલમાં મંજૂર કરાયેલી સંખ્યા 200,783 છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષ સુધીમાં સૈન્ય તાકાત 135,000 સુધી મર્યાદિત રહેશે.

Shrilankan Goverment Hum Dekhenege
Shrilankan Goverment Hum Dekhenege

બજેટમાં સેના પાછળ થયેલ રકમની નિંદા કરાઈ

શ્રીલંકાના સંરક્ષણ પ્રધાન પ્રમિથા બંદારા ટેનાકુને એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્યૂહાત્મક બ્લૂપ્રિન્ટનો ઉદ્દેશ્ય આગામી સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે 2030 સુધીમાં તકનીકી અને વ્યૂહાત્મક રીતે મજબૂત અને સંતુલિત સંરક્ષણ દળ બનાવવાનો છે. શ્રીલંકાની સરકારે વર્ષ 2023 ના બજેટમાં 539 અબજ રૂપિયાની સંરક્ષણ ફાળવણી કરી હતી, જેની ટીકા થઈ હતી, કારણ કે શ્રીલંકા 1948 પછીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

આરોગ્ય અને શિક્ષણ માટે બજેટમાં 300 અબજની ફાળવણી

વિદેશી હૂંડિયામણની અછતને કારણે શ્રીલંકા ઇંધણ, ખાતર અને દવાઓ સહિતની મોટી આયાત પરવડી શકે તેમ ન હતું. આરોગ્ય અને શિક્ષણ માટે 2023ના બજેટમાં 300 અબજ રૂપિયાથી વધુની ફાળવણી કરવામાં આવી છે. જો કે, 2009માં લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથેના સંઘર્ષના અંત પછી, શ્રીલંકાએ આશરે 400,000 મજબુત બળની તાકાત અડધી કરી દીધી છે. રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ગયા વર્ષે કહ્યું હતું કે શ્રીલંકાની સૈન્યને નવા પડકારોનો સામનો કરવા તૈયાર કરવા માટે લશ્કરી વ્યૂહરચનામાં સુધારાની જરૂર છે. તમિલ લઘુમતી અને માનવાધિકાર જૂથો ઉત્તર અને પૂર્વીય પ્રાંતોમાં સંઘર્ષવાળા વિસ્તારોમાં સૈન્ય ઘટાડવાની હાકલ કરી રહ્યાં છે.

Back to top button