ટોપ ન્યૂઝવર્લ્ડ

શ્રીલંકા કટોકટી: PM રાનિલ વિક્રમસિંઘેએ આપી દીધું રાજીનામું

Text To Speech

શ્રીલંકાની આર્થિક સ્થિતિથી ત્રસ્ત લોકોએ શનિવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો. રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી ભાગી ગયા છે. વિરોધીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. બીજી તરફ રેલી દરમિયાન શ્રીલંકાની પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આમાં લગભગ 100 લોકો ઘાયલ થયા છે.

આ દરમિયાન સ્થિતિને કાબૂમાં લેવા માટે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં નેતાઓએ સર્વસંમતિથી રાષ્ટ્રપતિ અને પીએમના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે જ પીએમએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. PM એ ટ્વિટ કર્યું કે આજે પક્ષના નેતાઓની બેઠકમાં તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે સર્વપક્ષીય સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપું છું.

સ્પીકરના ઘરે આયોજિત બેઠક બાદ સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કર્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ અને PMએ તાત્કાલિક ઓફિસ છોડી દેવી જોઈએ. કાર્યકારી પ્રમુખની નિમણૂક વધુમાં વધુ 30 દિવસ માટે થવી જોઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક થવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.

Back to top button