ટોપ ન્યૂઝસ્પોર્ટસ

શ્રીલંકા છઠ્ઠી વખત બન્યું Asia Cup નું ચેમ્પિયન, પાકિસ્તાનને 23 રને હરાવ્યું

Text To Speech

Asia Cup 2022ના ફાઈનલમાં પાકિસ્તાનને 23 રને હરાવી શ્રીલંકા ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ તેઓએ આ ખિતાબ છઠ્ઠી વખત પોતાના નામે કર્યો છે. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકન ટીમે પાકિસ્તાનને નિર્ધારિત 20 ઓવરમાં જીત માટે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે પાકિસ્તાનની નબળી શરૂઆત બાદ આખરે તે 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

 

ટોસ જીતી પાકિસ્તાને બોલિંગ પસંદ કરી હતી

એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાને શ્રીલંકા સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  દુબઈમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી જે પણ ટીમોએ ટોસ જીતી છે તેણે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને જીત મેળવી.  આવી સ્થિતિમાં પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો છે.  હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શ્રીલંકા કેવી રીતે પડકાર ઉભો કરે છે.  પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટીમમાં બે ફેરફાર કર્યા છે.  શાદાબ ખાન અને નસીમ શાહ ટીમમાં પાછા ફર્યા છે. ઉસ્માન કાદિર અને હસન અલીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.  તે જ સમયે, શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

Back to top button