SRH vs PBKS: પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
ચંદીગઢ, 09 એપ્રિલ: IPL 2024ની 23મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને પંજાબ કિંગ્સ (PBKS)ની ટીમો સામ સામે છે. ચંદીગઢના મુલ્લાનપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Match 23. Punjab Kings won the toss and elected to field. https://t.co/xfpMW9YY90 #TATAIPL #IPL2024 #PBKSvSRH
— IndianPremierLeague (@IPL) April 9, 2024
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (W), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન
પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન (C), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા (W), સેમ કુરાન, સિકંદર રઝા, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
IPL 2024માં શું છે સ્થિતિ?
IPL 2024માં અત્યાર સુધી બંને ટીમોએ 4-4 મેચ રમી છે, જેમાં બંને ટીમોએ 2-2 વખત જીત મેળવી છે અને બાકીની બે-બે મેચોમાં બંને ટીમોને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે હૈદરાબાદનો નેટ રન રેટ પંજાબ કરતા સારો છે.
પીચ રિપોર્ટ
મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટિંગ અને બોલિંગ બંને માટે સંતુલિત છે. જો કે, બેટર્સ માટે કેટલીક વધારાની મદદ છે. અહીં સ્પિનરો કરતાં ઝડપી બોલરો વધુ અસરકારક સાબિત થાય છે. સ્પિનરો પણ ક્યારેક ક્યારેક અજાયબીઓ કરી શકે છે. IPLની પ્રથમ મેચ આ મેદાન પર પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતા પંજાબે જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે અહીં બેટિંગ થોડી સરળ છે.
આ પણ વાંચો: 1000 રન, 100 વિકેટ અને 100 કેચ… IPLના ઈતિહાસમાં આ ખેલાડીએ મેળવી સિદ્ધિ