સ્પ્રાઉટેડ મેથી ફક્ત ડાયાબિટીસ નહીં, પરંતુ અન્ય રોગમાં પણ આપશે રાહત, કેટલી ખાશો?
- જ્યારે મેથી સ્પ્રાઉટેડ કરવામાં આવે છે તો તેનો સ્વાદ થોડો સારો લાગે છે. સરળતાથી ડાઈજેસ્ટ થઈ જાય છે. જો મેથી દાણાનો પાવડર બનાવીને ખાવામાં આવે તો ગેસ અને બ્લોટિંગ થાય છે
HD ન્યૂઝ ડેસ્કઃ મેથી દાણાના ફાયદા આમ તો મોટાભાગના લોકો જાણે છે. રસોઈમાં તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. મેથી દાણાને ખાવાની આ રીત હેલ્થને એટલો ફાયદો આપતી નથી. જો સ્પ્રાઉટેડ મેથી દાણાને સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તે ફક્ત ડાયાબિટીસ નહિ, પરંતુ અનેક રોગમાં રાહત આપે છે.
મેથી દાણામાં કેટલું ન્યુટ્રિશન?
મેથી દાણામાં વિટામીન્સ અને મિનરલ્સની સારી એવી માત્રા હોય છે. એક ચમચી મેથી દાણામાં લગભગ 3.7 મિલીગ્રામ આયરન હોય છે, જેના કારણે એનીમિયા ધરાવતા લોકોને પણ ફાયદો થાય છે.
મેથી દાણાને અંકુરિત શા માટે કરવા?
મેથી દાણાનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે, તેથી તેને ખાવા અઘરા છે. જ્યારે મેથી સ્પ્રાઉટેડ કરવામાં આવે છે તો તેનો સ્વાદ થોડો સારો લાગે છે. સરળતાથી ડાઈજેસ્ટ થઈ જાય છે. જો મેથી દાણાનો પાવડર બનાવીને ખાવામાં આવે તો ગેસ અને બ્લોટિંગ થાય છે. તેથી મેથીને પલાડીને કે સ્પ્રાઉટ્સ બનાવીને ખાવી બેસ્ટ છે.
કેટલી માત્રામાં ખાશો મેથી દાણા
ન્યુટ્રિશનિસ્ટનું માનવું છે કે મેથી એક મહિનામાં ચારથી પાંચ ચમચી ખાવી જોઈએ. આટલી માત્રામાં ખાધેલી મેથી હેલ્થ સુધારવા માટે પર્યાપ્ત છે.
શું છે મેથી ખાવાના ફાયદા
બ્રેસ્ટફીડિંગ કરાવતી માતાઓ માટે ફાયદાકારક
જે મહિલાઓ બ્રેસ્ટફીડિંગ કરાવી રહી છે તેમણે મેથી ખાસ ખાવી જોઈએ. મેથી દાણાને સ્પ્રાઉટ્સ બનાવીને ખાવાથી મિલ્ક પ્રોડક્શન વધે છે. સાથે તે મિલ્કથી બેબીનો ગ્રોથ પણ સારો થાય છે.
બ્લડ સુગરના દર્દીઓ માટે ઉપયોગી
મેથી દાણા ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ ફાયદો થાય છે. તેનાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. બ્લડ શુગર લેવલ ઘટે છે અને ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા થતી નથી.
મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સમાં આરામ
જે છોકરીઓને મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સની ફરિયાદ હોય છે તેણે ડાયેટમાં સ્પ્રાઉટેડ મેથી દાણા સામેલ કરવા જોઈએ. તેનાથી ક્રેમ્પ્સમાં રાહત મળે છે અને પેઈનકિલર ખાવાની જરૂર રહેતી નથી.
હોર્મોન બેલેન્સ કરવામાં મદદ
50ની ઉંમર સુધી પહોંચેલી જે મહિલાઓ મેનોપોઝમાંથી પસાર થઈ રહી છે, તેને મેથી દાણા ખાવાથી ફાયદો થાય છે. મેથી દાણાને સ્પ્રાઉટ્સ બનાવીને ખાવાના ફાયદા પણ વધુ છે. હોર્મોન લેવલ વારંવાર શિફ્ટ થતું નથી. હોટ ફ્લેશિઝની સમસ્યા થતી નથી.
પુરુષોમાં વધારે છે સેક્સ્યુઅલ પર્ફોમન્સ
ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેથીનું પાણી પીવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. પુરુષો રોજ પોતાના ડાયેટમાં મેથીને સામેલ કરી શકે છે.
કોલેસ્ટ્રોલ લેવલ બેલેન્સ
મેથી દાણા ખાવાથી શરીરમાં થઈ રહેલું બેડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. હાર્ટ હેલ્થ ઈમ્પ્રુવ થાય છે. હાર્ટની બીમારીઓ આવતી નથી. ફાઈબરની માત્રા વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે અને ઓવરઈટિંગથી પણ બચી શકાય છે.
આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં કદી ન કરતા આ ભૂલો, નહીંતર પડશો બીમાર